• Gujarati News
  • સિલિકોનનાં બદલે ગ્રેફાઇટથી ચાલતી સોલાર પેનલની શોધ

સિલિકોનનાં બદલે ગ્રેફાઇટથી ચાલતી સોલાર પેનલની શોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાંવધી રહેલા વિજદરો વચ્ચે સસ્તા ભાવે વિજ ઉત્પાદન કરવાની દિશામાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેનાં પર ગુજરાત એનર્જી રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ સહિતની સંસ્થાઓ કામ કરી રહી છે. ત્યારે મોંધા સિલીકોનનાં બદલે ગ્રેફાઇટનો ઉપયોગ કરી ચાલતી સોલાર પેનલની શોધ જર્મી દ્વારા કરવામાં આવી છે. શોધ વિજ ઉત્પાદન ક્ષેત્રે ક્રાતિકારી બની શકે છે તેવો આશાવાદ જર્મી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

દેશમાં મોટા ભાગનું વિજ ઉત્પાદન કોલસા આધારીત થર્મલ પાવર સ્ટેશનો દ્વારા થઇ રહ્યુ છે. જેના કારણે પર્યાવરણને નુકશાન થવા સાથે પ્રતિદીન વધી રહેલા કોલસાનાં ભાવનાં કારણે વિજળી મોંધી પડી રહી છે. જેના વિકલ્પરૂપે સોલાર, વીન્ડ તથા હાઇડ્રોપાવર જેવી રીન્યુએબલ એનર્જીનાં ઉત્પાદન પર રકાર દ્વારા ભાર મુકવામાં આવી રહ્યો છે. પરંતુ સોલાર એનર્જી થર્મલ એનર્જી કરતા ભારે મોંધી પડી રહી છે. જર્મીનાં આરઆઇઆઇસીનાં ડીરેક્ટર ટી. હરીનારાયણે વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં સોલાર સીસ્ટમની મદદથી કુલ મળી 891 મેગાવોટનુ વિજ ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ સોલાર પેનલોમાં ઉપયોગમાં લેવામાં આવતી સિલીકોન ધાતુની કિંમત ઘણી ઉંચી હોવાથી સોલાર એનર્જીનું ઉત્પાદન મોંધુ પડી રહ્યુ છે. સિલિકોનનાં બદલામાં અન્ય ધાતુ વાપરી વિજળી ઉત્પાદન કરવાની દિશામાં જર્મી સંશોધન કરી રહી હતી. જેમાં સિલિકોનની જગ્યાએ ગ્રેફાઇટ ઉપયોગમાં લઇ સોલાર પેનલ બનાવવામાં સફળતા મળી હતી.

હાઇ-વે તથા ખેતરોમાં સોલાર પેનલો લગાવાશે

જર્મીનાંઅધિકારીઓનાંજણાવ્યાનુંસાર રાજયમાં સોલાર આધારીત વિજ ઉત્પાદન વધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં નર્મદા કેનાલ પર બેરેક બનાવીને સોલાર પેનલો લગાવવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસોમાં હાઇ-વે માર્ગો પર તથા ખેતરોમાં પાક પર લોંખડનાં બેરેક લગાવી સોલાર પેનલો લગાવવાની કામગીરી કરવામાં આવશે.