• Gujarati News
  • વ્યક્તિ અને વાહન ઓળખી શકાય તેવા સક્ષમ કેમેરા લગાડવા આદેશ

વ્યક્તિ અને વાહન ઓળખી શકાય તેવા સક્ષમ કેમેરા લગાડવા આદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાનામહેસુલી અને શહેરી તથા મહાપાલિકા વિસ્તારમાં હાઇવે પર આવેલા હોટલ, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા, બેંક, એટીએમ સેન્ટર, શોપિંગ મોલ-કોમ્પલેક્ષ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મંદિર, મલ્ટીપ્લેક્ષ થિયેટર, કોમર્શિયલ સેન્ટર, થ્રી સ્ટારથી ઉપરની હોટલ, જાહેર પાર્કિંગ, ભોંયરા, રેસ્ટોરેન્ટ, એસટીડી-પીસીઓ, ગેસ્ટહાઉસ, લોજીંગ બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ, બહુમાળી બિલ્ડિંગ, પાવર હાઉસ જેવા સ્થળો પર સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ અને મેટલ ડિટેક્ટર ઉપરાંત સીસી ટીવી કેમેરા (નાઇટ વિઝન અને હાઇ ડેફીનેશન) વીથ રેકોર્ડિંગ સીસ્ટમ વાળા ફીકસ કેમેરા લગાડવાનું ફરજિયાત કરાયું છે. તેમાં હવે વ્યક્તિ અને વાહન ઓળખી શકાય તેવા સક્ષમ કેમેરા લગાડવાનો આદેશ રાજ્યના ગૃહ વિભાગે કર્યો છે.

સરકારના આદેશ અને તે સંબંધિ કલેક્ટરના જાહેરનામા તથા ત્યાર બાદ પોલીસની તપાસના પગલે ઘણી જગ્યાએ કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. પરંતુ પૈકી ખાનગી સ્થળોએ દેખાવ માત્રના બની રહે તેવા સાવ સસ્તા ભાવના કેમેરા લગાડી દેવાતા હોવાથી તનો કોઇ અર્થ સરતો નથી. જ્યારે કોઇ ગુનો બને અને પોલીસ દ્વારા ગુનેગારની ઓળખ માટે તેની ક્લીપીંગ મેળવવામાં આવે ત્યારે સાવ ધાબા જોવા મળવાના બનાવ બની રહ્યાં છે. કેમેરા નાઇટ વિઝન નહીં હોવાના અને ગુણવતા સાવ હલકી હોવાના કારણે આમ થાતું હોવાથી હવે Image Colour, Image Sensor 1.3” minimum. Support-TCP IP and remote monitoring. Resolution-600 TVI. Min. Compression-H.264 MJPEG. System data Storage-15 day min. With Back Light compensation and night vision capabilityવાળા થથા સીસી ટીવીનું રેકોર્ડીંગ દિન- ૧૫ સુઘી જાળવી રાખવા મિલકતોના માલિક, કબજેદારો, ભાડુઆતો અને જાહેર જનતાને જિલ્લા મેજીસ્ટ્રેટ રવિશંકરે જાહેરનામુ બહાર પાડીને હુકમ કર્યો છે.

મોબાઇલ ફોનનાં વેચાણની નોંધ ફરજિયાત

સમગ્રજિલ્લામાંમોબાઇલ સીમકાર્ડ કે મોબાઇલ ફોનનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર્સ/રીટેઇલરોને કોઇપણ વ્યક્તિને નવું સીમકાર્ડ કે મોબાઇલ ફોન આપતાં પહેલાં જે તે વ્યક્તિના ઓળખના પુરાવા લઇ, તેની ચોક્કસ ખાતરી કર્યા બાદ સીમકાર્ડ કે મોબાઇલ ફોન વેચવામાં આવે તેવો હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ રવિશંકરે એક જાહેરનામું બહાર પાડી કર્યો છે.

પીસીઓધારકે ‘કોલર’ પર નજર રાખવી પડશે

તમામએસ.ટી.ડી/પી.સી.ઓપર કોલરની આઇડેન્ટીટી ચકાસવા તેમજ કોલ ડીટેઇલની, નામ-સરનામાની માહિતીનું રજીસ્ટર