• Gujarati News
  • પીપીએફ યોજનાનાં સર્ટી. કલાસ ટપાલ કચેરી સ્વીકારશે

પીપીએફ યોજનાનાં સર્ટી. કલાસ ટપાલ કચેરી સ્વીકારશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપીએફ યોજનાનાં સર્ટી. કલાસ ટપાલ કચેરી સ્વીકારશે

ગાંધીનગર|ગાંધીનગર ડાક અધીક્ષક અર્પણાં ગોએલની અધ્યક્ષતામાં તાજેતરમાં ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ગાંધીનગર શહેર વસાહત મંડળ દ્વારા વિવિધ લોકઉપયોગી રજુઆત કરવામાં આવી હતી. જેમાં હાલમાં પીપીએફ યોજના હેઠળ રોકાણ કરતા ગ્રાહકોને સરળતા માટે ડાક કચેરી ખાતે પીપીએફ સર્ટીફિકેટ સ્વીકારવા બાબતે રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ સેકટર 16 તથા 28ની મુખ્ય કચેરી તથા ગાંધીગનર એચઓ સેકટર 6,17,21, ન્યૂ સચિવાલયમાં પીપીએફ સ્વીકારવામાં આવશે.