• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

રખડતાંઢોરના મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધિ મ્યુનિસિપલ કમિશનરના જાહેરનામાના પગલે મહાપાલિકાની ઢોર પક્કડ પાર્ટી કામે લાગી ગઇ છે. શુક્રવારની સવારથી પોલીસને સાથે રાખીને નીકળ્યા બાદ સાંજ સુધીમાં મુખ્ય માર્ગો પરથી 35 રખડતાં ઢોોરને પકડીને ડબ્બે પુરવામાં આવ્યા હતાં અને તમામ ઢોરને પેથાપુરની પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. ઢોર પક્કડ પાર્ટીની કામગીરીમાં પ્રથમ દિવસે કોઇ અવરોધ આવ્યો હતો. હવે ઝુંબેશને જરૂર પ્રમાણે કાયમી કરી દેવામાં આવશે.

ગાંધીનગરના ખાસ કરીને સેક્ટરોમાં ખુલ્લા મેદાનો અને મુખ્ય માર્ગોની બાજુઓ પર મોટી માત્રામાં વરસાદી ઘાસ ઉગી નીકળતું હોવાથી ગાંધીનગર આસપાસનાં નહીં પરંતુ છેક કચ્છ જેટલા દુરના વિસ્તારમાંથી પશુપાલકો અહીં આવી જતાં હોય છે. તેઓ તેમના ઢોરને ચરવા માટે રખડતાં મૂકી દેતા હોવાના કારણે રહેવાશીઓ માટે વ્યાપક સમસ્યા ઉભી થાય છે. રખડતા ઢોર ટ્રાફિકને અડચણ બનવાની સાથે દરરોજ અકસ્માતના કારણ બને છે અને મોટા પ્રમાણમાં ગંદકી ફેલાવે છે. આખરે ત્રણ દિવસ પહેલા પાટનગરમાં ઢોરને રખડતાં મૂકવા પર પ્રતિબંધ લાદી દેવાની સાથે રખડતા ઢોર પકડવામાં આવે ત્યારે પશુ દિઠ રૂ. 500 દંજ વસૂલવાની સાથે પશુ પાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઢોરને ડબ્બે પુરવા સામે મહાપાલિકાના માણસો પર હુમલા થવાના બનાવ ભૂતકાળમાં બની ચૂક્યા હોવાથી શુક્રવારથી પોલીસને સાથે રાખીને કામગીરી શરૂ કરાઇ હતી. ડબ્બે પુરાયેલા ઢોરને કામ ચલાઉ ધોરણે પેથાપુરની પાંજરાપોળમાં રાખાયા છે.

મુખ્ય માર્ગો પરથી ઢોર પકડવાનું આખરે શરૂ