ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મ કોર્પો.ના ચેરમેન બન્યા હતા

સાહિત્ય-કલાની સાથે રાજકીય ક્ષેત્રમાં રહી લોકોની સેવા કરી જગમાલ સોલંકી. ગાંધીનગર ગુજરાતીરંગભુમીનાં અભિનય...

DivyaBhaskar News Network | Updated - Jan 06, 2015, 02:05 AM
ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મ કોર્પો.ના ચેરમેન બન્યા હતા
સાહિત્ય-કલાની સાથે રાજકીય ક્ષેત્રમાં રહી લોકોની સેવા કરી

જગમાલ સોલંકી. ગાંધીનગર

ગુજરાતીરંગભુમીનાં અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી માધવસિહ સોલંકી સાથે છેલ્લા ઘણા વર્ષોથી અંગત પરીચયમાં તથા નિકટ હતા. માધવસિંહ સોલંકીએ ઉપેન્દ્ર ત્રિવેદીની અલવીદાને દુ:ખ દાયક ગણાવી બંનેનાં જુના દિવસો યાદ કર્યો હતા. જેમાં પોતાની સરકારે ઉપેન્દ્રભાઇ ત્રિવેદીને ધારાસભાની ટીકિટ આપવાની તથા ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન ચેરમેન બનાવવાની યાદ તાજી કરી હતી.

ગુજરાતી ફિલ્મ ક્ષેત્રની ઉપરાંત ઉપેન્દ્ર ત્રિવેદી નાટક ક્ષેત્રમાં પણ ગુજરાતનાં મહાનાયક બની રહ્યા છે. ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલ ગાંધીગનર સેકટર 19માં રહેતા 88 વર્ષિય માધવસિંહ સોલંકી સાથે ઉપેન્દ્રભાઇ ત્રિવેદીનો ઘણો જુનો પરીચય રહ્યો છે. માધવસિહ સોલંકી ગુજરાત કોગ્રેસનાં પ્રમુખ પદ પર હતા ત્યારથી બંને વચ્ચે ગાઢ પરીચય બન્યો હતો.

જે સમય જતા મિત્રતાનાં રૂપમાં ફેરવાયો હતો. દિવ્ય ભાસ્કર સાથે વાતચિતમાં માધવસિંહજીએ જણાવ્યુ હતુ કે ઉપેન્દ્ ત્રિવેદી જેવો માણસ આજે મળવો મુશ્કેલી છે. ગુજરાતી રંગભુમીનાં ઉતમ કલાકાર, ઉતમ નાટ્યકાર તથા ઉતમ રાજકારણી રહી ચુક્યા છે. ઉપેન્દ્રભાઇમાં કલા તથા સાહિત્ય ક્ષેત્રનું ઉડુ જ્ઞાન, ભાષણની છટા તથા રાજકારણનું પણ ઉતમ જ્ઞાન હતુ. હું ગુજરાત કોગ્રેસનો પ્રમુખ હતો ત્યારે વિધાનસભાની ટીકીટ ફાળવી હતી. તેના વધારે પરીચયમાં આવતા તેનામાં કલાનો તથા અભિયનનો ખજાનો દેખાયો હતો. તેની કલાની કદર કરવા અમારી સરકાર દ્વારા તેઓને ગુજરાતી ફિલ્મ કોર્પોરેશનનાં ચેરમેન બનાવ્યા હતા. અભિનય સમ્રાટે પોતાનાં ધારાસભ્ય સમયકાળ દરમિયાન પોતાનાં વિસ્તારનાં ગામડાઓમાં જઇને લોકોની સેવા પણ કરી હતી.

X
ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મ કોર્પો.ના ચેરમેન બન્યા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App