• Gujarati News
  • વ્યાજખોરો સામે મનીલોન્ડરીંગનો ગુનો

વ્યાજખોરો સામે મનીલોન્ડરીંગનો ગુનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યાજખોરો સામે મનીલોન્ડરીંગનો ગુનોસેકટર13માં રહેતા યુવાન વિનોદ ભાનુભાઇ ઝખવાડીયા વ્યાજખોરોએ માર મારતા ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી હતી. વિનોદનાં જણાવ્યાનુંસાર તેમણે આશરે 14 માસ પહેલા ઘ-5 પાસે ગલ્લો ધરાવતા ગલ્લા દેસાઇ નામના શખ્સ પાસેથી રૂ. 5000 વ્યાજે લીધા હતા. ગુરૂવારની સાંજે ગલ્લા દેસાઇએ વિપુલ દેસાઇ તથા અન્ય એક શખ્સ સાથે ઘ-5 પાસે વિનોદને પૈસા આપી દેવા માર માર્યો હતો. સાથે શુક્રવારે સવારે 10 વાગ્યા સુધીમાં પૈસા નહી આપે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. વ્યાજખોરોથી ડરી ગયેલા વિનોદે ઝેરી દવા પી લેતા ગલ્લા દેસાઇ, વિપુલ દેસાઇ તથા અન્ય એક સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.