• Gujarati News
  • નવાપાલજ ગામે રહેતા એક શખ્સે 15 વર્ષની સગીરાને લગ્નની

નવાપાલજ ગામે રહેતા એક શખ્સે 15 વર્ષની સગીરાને લગ્નની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવાપાલજ ગામે રહેતા એક શખ્સે 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને ઉતરપ્રદેશ ભગાડી જઇને દૂષ્કર્મ આચર્યુ હતું. કિશોરીનાં પિતાની ફરીયાદનાં આધારે આરોપીની ચિલોડા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે.

ગાંધીનગર પાસેનાં એક ગામમાં રહેતી કિશોરીને 2013માં નવા પાલજ ખાતે રહેતો તથા મુળ ઉતરપ્રદેશનાં ઝાંસીનો રહેવાસી શેખર ઉર્ફે શેરસિંહ જમનાપ્રસાદ રાજપુત નામનો શખ્સ લગ્નની લાલચ આપીને ભગાવી ગયો હતો. શખ્સે કિશોરીને ભગાડી ઉતરપ્રદેશમાં લઇ જઇને દૂષ્કર્મ આચર્યુ હતું. કિશોરીનાં પિતા દ્વારા અંગે ચિલોડા પોલીસ સ્ટેશનમાં પોતાની દિકરીના અપરહણની શેખરસિંહ સામે ફરીયાદ નોંધાવી હતી. જેનાં પગલે ચિલોડા પોલીસે શેખરસિંહને પકડી પાડ્યો હતો. કિશોરીનાં મેડીકલ ચેકઅપમાં તથા તેણીની પુછપરછમાં શેખરસિંહે તેણી પર દૂષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ હતું. જેના પગલે ગાંધીનગર એડીશનલ સેશન્સ કોર્ટે 5 વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી.

દૂષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ