• Gujarati News
  • છેડતી પ્રકરણમાં હેડ માસ્તર સાથે શિક્ષિકાની પણ બદલી

છેડતી પ્રકરણમાં હેડ માસ્તર સાથે શિક્ષિકાની પણ બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામતાલુકાની લક્ષ્મીપુરાની શાળામાં હેડ માસ્તર દ્વારા સામે શિક્ષિકા દ્વારા જાતિય સતામણી અને છેડતીનો આક્ષેપ કરાયો હતો. તેમાં પ્રાથમિક તપાસના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાકિદના પગલારૂપે હેડ માસ્તર અને શિક્ષિકાની અંતરિયાળ ગામમાં બદલી કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ સંચાલિત દહેગામ તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાએ હેટ માસ્તર સામે જાતિય સતામણી અને છેડતીનો આક્ષેપ કર્યો હતો. તે અંગેની ફરિયાદ જિલ્લા પંચાયત પ્રમુખ સમક્ષ શિક્ષિકાએ કરી હતી અને મહિલા સમિતિ દ્વારા તપાસ કરવાની માગણી કરી હતી. ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં એક અરજી આપી ન્યાયની માગણી કરી હતી. દરમિયાન જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી.

તેમાં તપાસ કરનારા તાલુકા કેળવણી નિરિક્ષક એક તરફી વલણ અપનાવતા હોવાનો આક્ષેપ પણ શિક્ષિકા દ્વારા કરાયો હતો. તે દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એમ રાઠોડે હેડમાસ્તર અને શિક્ષિકાની ભોઇ અને વડોદરાની પ્રાથમિક શાળામાં કરવાનો આદેશ કર્યો હતો. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અત્યંત ચર્ચાસ્પદ બનેલા બનાવમાં મહિલા સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તે પહેલાં શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેથી હાલમાં પોલીસ તપાસ ચાલી રહી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા આગળની ખાતાકીય તપાસ સ્થગિત કરવામાં આવી છે. પોલીસ તપાસનો અહેવાલના આધારે બનાવમાં આકરૂ વલણ અપનાવાશે. તેમ સૂત્રો જણાવી રહ્યાં છે.