• Gujarati News
  • જર્મી એરેઝોનાં યુનિવર્સિટી દ્વારા તાલીમ વર્કશોપનો પ્રારંભ

જર્મી-એરેઝોનાં યુનિવર્સિટી દ્વારા તાલીમ વર્કશોપનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જર્મી-એરેઝોનાં યુનિવર્સિટી દ્વારા તાલીમ વર્કશોપનો પ્રારંભ

ગાંધીનગર|રાજયમાં સોલાર એનર્જીની મદદથી વિજ ઉત્પાદન વધારવાનાં થઇ રહેલા પ્રયાસો વચ્ચે ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાંતોની રૂરીયાતો પણ વધી રહી છે. જેને ધ્યાને લઇને જર્મી દ્વારા અમેરીકાની એરીઝોના સ્ટેટ યુનિવર્સીટીની મદદથી 8 દિવસીય ‘ટ્રેઇન ટ્રેઇનર’ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એરીઝોના યુનિ.નાં નિષ્ણાંતો એમએસ યુનિ, સેપ્ટ, એલડી ઇન્જીન્યરીંગ, આઇઆઇટી મુંબઇ સહિતની સંસ્થાઓનાં તાલિમાર્થીઓને તાલીમ આપશે.