• Gujarati News
  • રાંધેજાથી રીક્ષા ચોરનાર બે શખ્સોની ધરપકડ

રાંધેજાથી રીક્ષા ચોરનાર બે શખ્સોની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંધજાગામનાં રાવળવાસમાં રહેતા રાવળ મહેન્દ્રભાઇ ચિમનભાઇએ પોતાની સીએનજી પેસેન્જર રીક્ષા રોજનાં ક્રમાનુંસાર પોતાનાં ઘર આગળ મુકી હતી. દરમિયાન આશરે 15 દિવસ પહેલા રાંધેજામાં ત્રાટકેલા તસ્કરો જુની કોઇ રીક્ષા મુકીને મહેન્દ્રભાઇની નવી રીક્ષા ચોરી ગયા હતા. મહેન્દ્રભાઇ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે જુની રીક્ષા જપ્ત કરીને તપાસ કરતા રીક્ષા સેકટર 21 પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાઇ હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસે દિશામાં ઉંડાણ પુર્વક તપાસ કરતા અમદાવાદનાં સરખેજ વિસ્તારમાં ઉજાલા ચોકડી પાસે રહેતા પ્રકાશ અરજણજી વણઝારા તથા શિવા ઉર્ફે બહાદુર રામાજી દેવીપુજકની સંડોવણી ખુલ્લી હતી. જેના પગેલ પેથાપુર પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.