• Gujarati News
  • કાનપુરમાં 2 વર્ષનાં બાળકનું ટ્રેકટર નીચે ચગદાઇ જતા મોત

કાનપુરમાં 2 વર્ષનાં બાળકનું ટ્રેકટર નીચે ચગદાઇ જતા મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતરમાં થ્રેસરથી ઘઉ કાઢતી વખતે અજાણતા બાળક કચડાયો

ભાસ્કરન્યૂઝ. ગાંધીનગર

ગાંધીનગરજિલ્લાનાં કાનપુર ગામની સીમમાં ખેતરમાં થ્રેસરમાં ઘઉ કાઢવાનું કામ ચાલી રહ્યુ હતુ ત્યારે ટ્રેકટર ખસેડવા જતા ટ્રેકટરની ટ્રોલી નિચે ઉઘી રહેલા 2 વર્ષિય બાળક પર ટ્રોલીનું પૈડુ ફરી વળતા ચગદાઇ જવાથી મોત નિપજ્યુ હતું. ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ થતા પોલીસે બાળકનાં મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

ચિલોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર દાહોદ જિલ્લાનાં જયંતિભાઇ ખીમજીભાઇ પારઘીનો પરીવાર મજુરી અર્થે ગાંધીનગર તાલુકાનાં કાનપુર ગામે રહે છે. જયંતીભાઇ સવારે પરીવાર સાથે મજુરી પર નિકળી જતા હોવાથી તેના 2 વર્ષિય પુત્ર અજીતને પણ સાથે લઇ જતા હતા. જયાં અજીતને કોઇ સ્થળ રમવા મુકીને કામ કરતા હતા. દરમિયાન શનિવારે જયંતીભાઇ ગામનાં મુળજીભાઇ ચૌધરી નામનાં ખેડુતનાં ખેતરમાં થ્રેસરમાં ઘઉ કાઢવા મજુરી પર અજીતને સાથે લઇને ગયા હતા. ઘઉ કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે 2 વર્ષનો અજીત પાસે પડેલી ટ્રેકટરની ટ્રોલી નીચે રમતા રમતા ઉંઘી ગયો હતો. દરમિયાન ખેતર પર ઘઉ લેવા આવેલા ગેમરભાઇ ચૌધરી ટ્રેકટર લેવા જતા અજાણતા ટ્રોલી નીચે સુઇ રહેલી અજીત ટ્રોલીનાં પૈડા નિચે આવી જતા ચગદાઇ ગયો હતો. ઘટનાની જાણ ચિલોડા પોલીસ સ્ટેશનને થતા જમાદાર હિરાજીએ સ્ટાફ સાથે સ્થળ પર દોડી જઇને પંચનામુ કરી અજીતનાં મૃતદેહને સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે લઇ ગયા હતા.