તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ક્વોડા અને મકાનમાંથી 63 પેટી દારૂ નીકળ્યો, ક્યાં છે ગુજરાતમાં દારૂબંધી?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સેક્ટર ૪નાં મકાન તથા સ્કવોડામાંથી ૬૩ પેટી દારૂ પકડાયો
- સેકટર ૭ પોલીસે બાતમીનાં આધારે વોચ ગોઠવી કામ પાર પાડ્યું
ગાંધીનગરનાં સેકટર ૪નાં એક મકાનમાંથી તથા ખ-રોડ પર પડેલી એક સ્કવોડા કારમાંથી સેકટર ૭ પોલીસે ૬૩ પેટી વિદેશી દારૂ પકડી પાડયો હતો. જેમાં પોલીસે દારૂ તથા કાર સહિ‌ત રૂ. પ૪,૧૨૦૦નો મુદામાલ જપ્ત કરી કાર ચાલક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરનાં સેકટર ૭ પોલીસ સ્ટેશનનાં પોલીસ જવાન યજવેન્દ્રસિંહ વાઘેલાને મંગળવારના રોજ શહેરમાં એક સ્કવોડા કારમાં વિદેશી દારૂ સપ્લાય થવાનો હોવાની બાતમી મળી હતી. જેનાં આધારે પોલીસે શહેરનાં જુદા જુદા સ્થળો પર વોચ ગોઠવી દિધી હતી. જે દરમિયાન સાજે ૮ વાગ્યાની આસપાસ શહેરનાં ખ રોડ પર આવેલા ગ્રીન ફોરેસ્ટ એપાર્ટમેન્ટની પાસેનાં વિસ્તારમાં રોડ પરથી એક સ્કવોડા કાર નં જીજે ૧ એચડી ૯૧૧ બિન વારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે તેમાં તપાસ કરતાં કારમાંથી વ્હિસ્કી તથા બિયરની કુલ ૩૭ જેટલી પેટીઓ મળી આવી હતી.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...
તસવીરો: જગમાલ સોલંકી