• Gujarati News
  • 5 Thousand Young Man In Bhartiy Janta Party, Modi Said About This

કોંગ્રેસમાંથી 5 હજાર યુવાનો ભાજપમાં જોડાયાનો દાવો, શું કહ્યું મોદીએ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સરખેજ હાઈવે પર આમેલા અમીરાજ પાર્ટી પ્લોટ ખાતે એક કાર્યક્રમ યોજી યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના પાંચ હજાર જેટલાં યુવાનોને કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં પ્રવેશ આપ્યો હોવાનો ભાજપ દ્વારા દાવો કરાયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ યુવાશક્તિની મહેનત એળે નહીં જાય.

આ યુવા શક્તિના પરિશ્રમથી નવી ઈમારતનું આવતીકાલના ગુજરાતનું નિર્માણ થશે. ભાજપ માત્ર મેમ્બરશીપ આધારિત રાજકીય પાર્ટી નથી પરંતુ રિલેશનશીપની પાર્ટી છે. આ મારો અને તમારા રક્તનો સંબંધ છે. આ પરિવારમાં મારા જેટલો જ તમારો હક્ક છે.

ભાજપ લોકશાહીને વરેલી પાર્ટી છે. આ ભરોસો યુવાશક્તિની ઉજ્વળ કારકિર્દીની ગેરંટી છે. ગુજરાતની આ પહેલી ઘટના છે કે આખું રાજકીય સંગઠન એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાયું. ભાજપમાં જોડાયેલા યુવા નેતા હાર્દિક ડોડિયાના નેતૃત્વમાં ભાજપમાં જોડાયેલા યુવાનોએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.

આગળની તસવીરમાં વાંચો મોદીએ કહ્યું કે કોંગ્રેસના ઘા રુઝાવીશું