• Gujarati News
  • 37 Administrative Officer Position Approved In Gujarat

ગુજરાતમાં ૩૭ સનદી અધિકારીની જગ્યા મંજૂર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં તાજેતરમાં મુખ્ય સચિવ સહિ‌તના ત્રણ આઈએએસ અધિકારીઓ નિવૃત્ત થયા છે. તેમજ ચાલુ વર્ષમાં ૧૮ આઈએએસ અધિકારી નિવૃત્ત થવાના છે અને ૭ નવા જિલ્લાની મંજૂરીને પગલે અધિકારીઓની ઘટ ઊભી થવાની છે ત્યારે રાજ્યમાં સનદી અધિકારીઓની ખોટ પુરવા માટે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારની ૩૭ આઈએએસ અધિકારીઓની જગ્યાને મંજૂરી આપી છે.

ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની કુલ ૨૬૦ જગ્યાઓ મંજૂર થઈ હતી. વહીવટી કામગીરીના દિન-પ્રતિદિન વધી રહેલાં ભારણ અને નવા જિલ્લાઓની રચનાને કારણે મોટી સંખ્યામાં વધુ આઈએએસ અધિકારીઓની જરૂરિયાત હતી. પરંતુ લાંબા સમયથી આ પ્રક્રિયા ઠપ્પ હોવાથી નવા આઈએએસ અધિકારીઓની નિમણૂકો શક્ય બનતી ન હતી. હવે આ બન્ને પ્રશ્નોનું નિવારણ આવી ગયું છે.

આઈએએસ કેડરની નવી ૩૭ જગ્યાઓ મંજૂર થતાં ગુજરાતમાં હવે આ કેડરના અધિકારીઓની કુલ સંખ્યા ૨૯૭ની થઈ જશે. રાજ્યમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.ચિમનભાઈ પટેલના સમયથી સનદી અધિકારીઓની જરૂરિયાત સંબંધી દરખાસ્તો કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવતી નહોતી. પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલી હતી.

રાજ્યમાં કેટલા આઇએએસ :

૨૬૦ સનદી અધિકારીઓની કુલ જગ્યા હતી
૩૪ આઈએએસ અધિકારીની જગ્યા ખાલી હતી
૩૭ આઈએએસની જગ્યા વધી
૨૯૭ રાજ્યમાં કુલ સનદીઅધિકારીનું મહેકમ થયું