• Gujarati News
  • 14 Crore 14 Lakh And Will Be Used Only In Poor Areas

14 કરોડમાંથી ગરીબ વિસ્તારમાં માત્ર ૧૪ લાખ જ વપરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નિર્મળ ગુજરાતની સિદ્ધિનાં કામ કરવા માટે પણ ગ્રાન્ટની પ ટકા રકમ ખર્ચવા મનપાને કહેવાયું

રાજ્ય સરકારની સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળ ૮ મહાપાલિકાને ફાળવવામાં આવેલા ૭૦૦ કરોડમાંથી માત્ર ૧૪ કરોડ ગાંધીનગર મહાપાલિકાના ફાળે આવ્યાં છે. આ નાણાં મહાપાલિકા વિસ્તારમાં આંતર માળખાકીય સુવિધાનાં કામ કરવા માટે વાપરવાનાં છે. ત્યારે તેમાંથી માત્ર ૧૦ ટકા રકમ જ ગરીબ વિસ્તારમાં વાપરવામાં આવનાર છે. એટલે કે, ગાંધીનગરના સ્લમ કે પછાત વિસ્તારમાં માત્ર ૧૪ લાખનો ખર્ચ કરવામાં આવશે. ઉપરાંત ગ્રાન્ટની પ ટકા રકમ નિર્મળ ગુજરાતની સિધ્ધિનાં કામ કરવા માટે ખર્ચ કરવામાં આવનાર છે.

ઉપરોક્ત નિર્ણય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. કેમ કે કોઇ એક મોટી યોજના તૈયાર કરીને મહાપાલિકા તંત્ર દ્વારા તમામ નાણાં તેની પાછળ જ વાપરી નાખવામાં આવે તો મહાપાલિકા વિસ્તારમાં જ આવતાં ગરીબ વિસ્તારોમાં જરૂરી સુવિધાઓના કામ ક્યારેય પણ થાય નહીં. આ સંજોગોમાં ૧૦ ટકા રકમના કામ ગરીબ વિસ્તારમાં જ કરવાનું ફરજિયાત કરીને તેની જાણ ગાંધીનગર મહાપાલિકાના અધિકારી-પદાધિકારીઓને કરી દેવામાં આવી છે. તેવી રીતે પ ટકા રકમ નિર્મળ ગુજરાત યોજના હેઠળ વાપરવાની રહેશે.

ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં શહેરી વિભાગ મતલબ કે સેક્ટરોમાં જ એવી વસાહતો આવેલી છે. જ્યાં ગરીબ પરિવારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આવી વસાહતોમાં આજે પણ અનિવાર્ય કહેવાય તેવી માળખાકીય સુવિધાઓ પર્યાપ્તપ્ત કરી શકાય નથી. પરિણામે અહીં ગરીબ સમૃદ્ધિ યોજના હેઠળના કામ કરવામાં આવશે. પરંતુ તેનો ખર્ચ સરકારે મહાપાલિકાને ફાળવેલી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળની ૧૪ કરોડની ગ્રાન્ટમાંથી ૧૦ ટકા રકમ વાપરીને કરવામાં આવશે. પરિણામે પછાત વિસ્તારોને પણ લાભ મળશે.

ગ્રાન્ટમાંથી કેવા કામ કરવામાં આવશે

મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના હેઠળ ગાંધીનગર મહાપાલિકાને ફાળવવામાં આવેલા ૧૪ કરોડમાંથી આંતર માળખાકીય સુવિધાનાં કામ કરવાનાં છે. તેમાં પાણી પુરવઠાનાં, વરસાદી પાણીના નિકાલની લાઇન નાખવાના, ગંદા પાણીના નિકાલની ગટરના બાંધકામ, સ્ટ્રીટ લાઇટનાં અને રસ્તાનાં કામ કરી શકાશે. આ યોજના હેઠળ ઉપરોક્ત કામ કરવા પાછળ જ નાણાંનો ખર્ચ કરવા વિભાગ તરફથી સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.