તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 1.93 Lakh Children Suffering From Malnutrition In Gujarat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસના વંટોળની વાસ્તવિક્તાઃ ૧૬ જિલ્લામાં ૧.૯૩ લાખ બાળકો કુપોષિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૬ જિલ્લામાં ૧.૯૩ લાખ બાળકો કુપોષિત
દાવા પોકળ; રાજ્ય સરકારની સ્વસ્થ ગુજરાતની વાતો વચ્ચે રાજ્યનું વાસ્તવિક ચિત્ર
૮ જિલ્લામાં ૧પ૦ કરોડ ખર્ચવા છતાં પરિણામ નહીં


રાજ્ય સરકાર એક તરફ સ્વસ્થ ગુજરાતની વાતો કરી રહી છે ત્યારે રાજ્યના બાળકોને પુરતું પોષણ આપવામાં સરકારને નિષ્ફળતા મળી છે. ૧૬ જિલ્લાઓમાં ૧,૯૩,૯૬૦ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જે પૈકી ૨૭,૮૦૦ બાળકો તો અતિ કુપોષિત છે. ખુદ સરકાર દ્વારા જ આ સત્તાવાર આંકડાઓ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. માત્ર ૧૬ જિલ્લાના આ આંકડા સરકારે આપ્યા છે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં જોઇએ તો આ સંખ્યા બમણા કરતા પણ વધી જાય તેમ છે.

રાજ્ય સરકાર દ્વારા માત્ર ૮ જિલ્લામાં જ ૧પ૦ કરોડ જેટલી માતબર રકમ કુપોષણ નાબૂદ કરવા પાછળ ખર્ચવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે પણ તેનું પરિણામ જોવા મળતું નથી. રાજ્યમાં કુપોષણ નાબૂદી માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને રાજ્યમાં કુપોષણની પીડિત બાળકોની સંખ્યા ઘટી રહી હોવાના દાવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે છતાં રાજ્યમાં કુપોષણની સ્થિતિ યથાવત છે. લાખો બાળકો હજુ પણ કુપોષણથી પિડાતા હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યુ છે. કુપોષણ નિવારવા બાળકોને નિદર્શક ભોજન અને ન્યુટ્રીશન કેન્ડી સહિ‌તનો ખોરાક આપવામાં આવતો હોવાની કેફિયત સરકારે રજૂ કરી છે પરંતુ વાસ્તવિક ચિત્ર જુદું જ છે. સરકાર દ્વારા આ માટે ખાસ મિશન બલમ સુખમ યોજના શરૂ કરી છે પરંતુ તે પરિણામ મેળવી શકી નથી.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો