• Gujarati News
  • National
  • ધોલેરા આં.રા. એરપોર્ટના વિકાસમાં AAI જોડાશે

ધોલેરા આં.રા. એરપોર્ટના વિકાસમાં AAI જોડાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારે ધોલેરા ખાતે ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રોજેક્ટ ફાસ્ટટ્રેક મોડ પર લીધો છે અને વિવિધ રીવાઇઝ સર્વે થઇ રહ્યા છે ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રોજેક્ટમાં ઇક્વીટી પાર્ટનર તરીકે જોડાવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ પ્રોજેક્ટનો ફિઝીબીલીટી રીપોર્ટ તૈયાર કર્યો છે અને હવે ઓથોરિટી પ્રોજેક્ટમાં પાર્ટનર તરીકે જોડાશે. આગામી દિવસોમાં બોર્ડમાં આખરી નિર્ણય લેવાયા બાદ પ્રક્રિયા પૂર્ણ કરાશે. હાલ ગુજરાત સરકારના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપનીમાં કેન્દ્ર સરકાર હસ્તકની દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ કંપની (ડીએમઆઇસીડીસી) 4.39 કરોડની ઇક્વીટી પાર્ટનરશીપ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...