તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલાવાવ-ડેસર રોડની સાઇડમાં તાબડતોબ પુરાણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલાવાવ- ડેસરનો ચાર કિલોમીટરનો માર્ગ ઓક્ટોબર 2017માં શરૂઆત કરી જુન મહિનામાં બે નાણા બાકી રાખી સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી હતી. આ માર્ગ રાજ્ય સરકાર દ્વારા6.50 કરોડના જંગી ખર્ચે બનાવાયો હતો. તાજેતરમાં થયેલા પહેલા વરસાદે ચાર કિમીના માર્ગની સાઈડો ધોવાતા માર્ગ ઉપર મોટી તિરાડો પડી જવા પામી હતી. અખબારોના માધ્યમથી અહેવાલ પ્રસિદ્ધ થતા સફાળા જાગેલા ઈજાદાર દ્વારા તાબડતોબ યુદ્ધના ધોરણે માર્ગેની ધોવાઇ ગયેલી સાઈડોમાં માટીનું પુરાણ શરૂ કરાવ્યું હતું. જ્યારે વાલાવાવથી વેજપુર જવાના માર્ગે નાળાની બાજુમાં માટી ધોવાઇ જતા નીચેની સાઈડે ગાબડું પડતા નાળા ઉપર સફેદ પટ્ટા ઉપરાંત આજુબાજુ પથ્થર અને માટીના ઢગલા કરી યોગ્ય કામગીરી કરી હતી. તકેદારોના ભાગ રૂપે તાત્કાલિક બોર્ડ મુકવામાં આવતા અકસ્માતનું જોખમ હાલ પુરતું ટળ્યું છે.

કરોડોના ખર્ચે બનેલા રોડની સાઈડ સોલ્ડરીંગ નહીં થાય તો વારંવાર પરથમપુરાથી ઉદલપુર સુધી માર્ગ ઉપર ગાબડા પડશે. તે વાત ચોક્કસ છે. પરથમપુરાથી ઉદલપુર સુધીનો માર્ગ રૂ. 23 કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યો હતો. તે માર્ગની પણ ઓક્ટોબર 2017માં કામગીરી શરૂ કરાઈ હતી. અને અંદાજે 6 જેટલા માત્ર નાળામાં કામ બાકી છે બીજું સંપૂર્ણ કામગીરી પૂરી થઇ છે. તેમાં વેજપુરથી ઉદલપુર જતા ભૈયાપુરાથી વચ્છેસર ચોકડી સુધીના માર્ગ ઉપર સાઈડમાંથી કેટલી જગ્યાએ ગાબડા પડ્યાં છે. તદઉપરાંત મોબાઈલની પ્રાઇવેટ કંપનીના કેબલો માર્ગની સાઈડો ખોદીને દબાવાતા વધુ નુકસાન થવા પામ્યું છે. આ કંપની દ્વારા માર્ગ અને મકાન વિભાગની પરવાનગી લીધા વગર રોડની સાઈડો ખોદીને કેબલનું કામકાજ કરાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી જ પાંચથી છ જેટલા ડમ્પરો કામે લગાડીને ચાર કિમીના માર્ગ ઉપરની સાઈડોમાં માટીના ઢગલા કરવા મંડી પડ્યા હતાં.

પ્રથમ વરસાદે જ ફોરલેન રોડ પર તિરાડો-ગાબડું પડતા તંત્રની પોલ ખોલી : વહેલી સવારથી પુરાણની કામગીરી શરૂ
માર્ગ ઉપર પડેલી તિરાડો મોટું સ્વરૂપ ધારણ કરતા પહેલા તંત્ર ગણે રોડની સાઇડમાં માટીનું પુરાણ શરૂ કર્યું. તસ્વીર -ઝાકીર દિવાન

આડેધડ કરાતા ખોદકામથી જીસ્વાનના નેટવર્કનેે નુક્સાન
એરટેલ કંપની વાળા માર્ગની સાઈડો ઉપર આડેધડ મશીનથી ખોદકામ કરી તેઓના કેબલ નાખે છે. તેનાથી સરકારી જી સ્વાન કનેક્ટિવીટી વારંવાર ખોટકાય છે.આ બાબતે એરટેલ કંપનીના કર્મચારીને બોલાવી ને મેં સુચના આપી હતી. તમે બરાબર ચેક કરી ખોદકામ કરો નહી તો અમારે કાયદે સર પગલા ભરવા પડશે. છેલ્લા કેટલાય વખત જી સ્વાન કનેકટીવીટી બંધ થઈ જાય છે. પી.સી ભગત, મામલતદાર ડેસર.

અન્ય સમાચારો પણ છે...