તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Desar
  • લાખોના ખર્ચે બનેલા માર્ગની દસ દિવસમાં દુર્દશા : રોડની કામગીરીમાં

લાખોના ખર્ચે બનેલા માર્ગની દસ દિવસમાં દુર્દશા : રોડની કામગીરીમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખોના ખર્ચે બનેલા માર્ગની દસ દિવસમાં દુર્દશા : રોડની કામગીરીમાં હલકીકક્ષાનું મટિરીયલ વાપરતા ગાબડા- તિરાડો પડી હોવાનો આક્ષેપ
વાલાવાવથી ડેસરનો ફોરલેન રોડ પ્રથમ વરસાદે જ ધોવાયો
ડેસર તાલુકામાં 24 કલાકમાં 72 મિમી : મોસમનો કુલ 87 મિમી વરસાદ નોંધાયો
ભાસ્કર ન્યૂઝ |ડેસર

વાલાવાવ ડેસરનો મુખ્ય માર્ગની સાઈડો ધોવાતા નવીન માર્ગ ઉપર મસ મોટી તિરાડો પડી હતી. છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ મહેર કરતા ડેસર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યાર પછી ફરી એકવાર મોડી રાત્રે સતત ત્રણ કલાક જેટલો વરસાદ વરસ્યો હતો. બે દિવસ દરમિયાન ૮૭ મીમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.

વરસાદ વરસતા જગતનો તાત ખુશી ખુશી ખેતી કામમાં જોતરાયા હતા. જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમાં ડેસરનાં વાલાવાવ ચોકડી ઉપરની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.

નવા બનતા રોડ અને નાળાના કારણે વરસાદી પાણી નીકળવા માટે યોગ્ય નિકાલ ન કરાતા પાણી દુકાનોમાં પ્રવેસ્યું હતું.જ્યારે વાલાવાવ ચોકડીથી વેજપુર જવાના માર્ગે બનતા નાળાની સાઈડોમાં નીચેથી માટી ધોવાઈ જતા અંદરની બાજુએ મસમોટું ગાબડું પડ્યું હતું. જો કોઈક અજાણ્યું વાહન નાળાને અડીને વાહન કાઢવા જશે. તો અકસ્માત સર્જાશે તંત્ર દ્વારા ચેતવણી બોર્ડ અથવા મોટા પથ્થર મૂકી એક સાઈડ બંધ કરે જરૂરી બન્યું છે.

હજુ તો માંડ માર્ગ ઉપર પોલીસ કરાયે માત્ર દસ દિવસ થયા છે. લાખોનાં ખર્ચે બનાવેલા વાલાવાવથી ડેસરનો ફોર લેન માર્ગ પ્રથમ વરસાદે ધોવાયો હતો. અને ઠેર ઠેર માર્ગની સાઈડોમાં ગાબડા અને મસ મોટી તિરાડો પડી જવા પામી હતી.

ઇજારદાર દ્વારા માર્ગમાં હલકી ગુણવત્તાનું માલ સામાન વાપરાયું હોય તેવું લાગી રહ્યું છે. રોડના કામોમાં અધિકારીઓ અને ઇજારદારોની મિલીભગતથી જ આવા તકલાદી કામો થતા હોય છે.

તેવું રોષ ભેર સ્થાનિક પ્રજા જણાવી રહી છે. ડેસર તાલુકામાં સર્વત્ર વરસાદ વરસતા ધડબડાટી બોલાવતા પંથકના લોકોમાં આનંદની લાગમી છવાઇ જવા પામી હતી.અને છેલ્લા 24 કલાકમાં 72 મિમી અને મોસમનો કુલ ૮૭ મિમી વરસાદ નોંધાયો હતો.જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રરસી હતી.

પાદરા  ડભોઈ 
કરજણ  સાવલી
04 કિમીનું વાલાવાવથી ડેસરનો રોડ2017ઓક્ટોબરમાં રોડ બનાવવાની શરૂઆત

2018 જૂનમાં રોડનું કામ પૂર્ણ થયું

06.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો

વાલાવાવ ચોકડી ખાતે નાળાની બાજુમાં ભૂવો પડ્યો હતો તે અને નવીન માર્ગ ધોવાતા ગાબડું તથા તિરાડો પડી હતી. તસ્વીર - ઝાકીર દિવાન

અન્ય સમાચારો પણ છે...