તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન દલાલીના પૈસા માંગી ધમકી આપનાર સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના શાહીબાગ રહેતા અને ઝાક ગામે છ માસ પહેલા ધંધાર્થે જમીન લઇ પ્લાસ્ટીકની ફેકટરી બનાવતાં વિકીકુમાર પટેલ તેમની ફેકટરી ખાતે હતા. તે સમયે અમદાવાદના સૈજપુર ખાતે રહેતા અજમલભાઇ રબારી તથા તેમની સાથે બે વ્યક્તિ આવી પહોંચી વિકીકુમારને તમે આ જગ્યા વેચાણ રાખી છે. તેની દલાલીના પૈસા આપી દો અને પૈસા ન આપોતો આ જગ્યામાંથી થોડી જમીન આપો જેથી વિકીકુમારે શેના પૈસા અને શાની જમીન તમારા 7-12ના ઉતારામાં નામ છે. તો તમને પૈસા આપીએ તેમ કહેતા અજમલભાઇ અને તેમની સાથે આવેલ શખ્શો ઉશ્કેરાઇ ગયા હતા.અને તમે અહી જમીનનો કબજો લઇ બતાવો મને પૂછયા વિના કોઇ કશુ કરતુ નથી. તેમ કહી ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...