દહેગામ પોલીસે 23 વાહનો ડિટેઇન કરી દંડ વસૂલ્યો

પોલીસે રૂા. 57100 દંડ વસુલ કર્યો: ડ્રાઇવથી શહેરમાં ટ્રાફિકમાં ઘટાડો થયો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
દહેગામ પોલીસે 23 વાહનો ડિટેઇન કરી દંડ વસૂલ્યો
દહેગામના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવાના પ્રયાસના ભાગ રૂપે દહેગામ પોલીસ દ્વારા ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામા આવી હતી. ડ્રાઇવ દરમ્યાન આડેધડ વાહન પાર્ક કરતાં 23 વાહનો ડિટેઇન કરી આરટીઓના મેમો આપીને રૂા. 41,100નો દંડ વસુલ કર્યો હતો. જયારે સ્થળ પર રૂા. 16000 દંડની વસુલાત કરાઇ હતી. પોલીસની ટ્રાફિક ડ્રાઇવથી શહેરના ટ્રાફિકમાં ઘટાડો જોવા મળ્યો હતો.

દહેગામમાં માથાના દુ:ખાવા સમાન ટ્રાફિક દૂર થાય તે માટે ઇન્સપેક્ટર કે એચ સૂર્યવંશી દ્વારા ટ્રાફિકના હેડકોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ સહિત પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ડ્રાઇવ શરૂ કરાવાઇ હતી. પોલીસે ડ્રાઇવ દરમ્યાન રસ્તામાં આડેધડ પાર્ક કરી અડચણરૂપ બનતાં તુફાન જીપ, મારૂતિ ઇકો, બાઇક, એકટીવા સહિતના 23 વાહનો ડિટેઇન કર્યા હતા. જેના માલિકને આરટીઓનો મેમો આપવામાં આવતાં રૂા. 41,100ના દંડની વસુલાત થઇ હતી. ઉપરાંત સ્થળ પરના વાહનોનો રૂા.16000 દંડ વસુલ કરાયો હતો. ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન પોલીસ દ્વારા શહેરમાં આડેધડ ઉભી રખાયેલી લારીઓ, વાહનો તેમજ વેપારીઓ દ્વારા ફુટપાથ પર મુકવામાં આવતા વસ્તુઓ પણ ખસેડી દૂર કરવાની સૂચના આપી હતી. તેમજ આગામી સમયમાં સૂચનાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતું.

X
દહેગામ પોલીસે 23 વાહનો ડિટેઇન કરી દંડ વસૂલ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App