દહેગામમાં વાહનચાલક વિદ્યાર્થીઓના વાલી દંડાયા

સંતાનોને વાહન નહી આપવાની સૂચના આપી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
દહેગામમાં વાહનચાલક વિદ્યાર્થીઓના વાલી દંડાયા
દહેગામ પોલીસે છેલ્લા ચારેક દિવસથી શરૂ કરેલી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ગુરૂવારે મ્યુનિસિપલ હાઇસ્કુલ પાસેથી પંદરથી સત્તર વર્ષના દસેક કિશોરને 80 સીસીથી વધુના ટુ વ્હીલર ચલાવવા બદલ રોકી તેમના માતા પિતાને બોલાવી પ્રથમ વખતે 100 રૂપિયાનો દંડ વસુલ કરી હવેથી તેમના સંતાનોને વાહન નહી આપવાની સૂચના આપી હતી.

દહેગામ પોલીસે શરૂ કરેલી ટ્રાફિક ડ્રાઇવ હેઠળ ગુરૂવારે પોલીસે મ્યુનિસિપલ હાઇસ્કુલ પાસેથી દસ જેટલા લબર મૂછિયાઓને 80 સીસીથી વધુના એકટીવા બાઇક જેવા વાહનો સાથે નીકળતા તેમને હતા અને તેમના માતા પિતાને બોલાવી 100 રૂપિયાના દંડની સ્થળ પાવતી આપી પોલીસે તમામના માતા પિતાને હવેથી તેમના સંતાનોને વાહન નહી આપવા અને બીજી વખત ચલાવતાં ઝડપાશે તો વાહન ડિટેઇન કરી આરટીઓના મેમો આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની સૂચના આપી હતી.

દહેગામમાં પંદરથી સત્તર વર્ષના લબર મૂછિયાઓ જોશમાં આડેધડ વાહનો હંકારતાં હોય છે. જેના કારણે મોટો અકસ્માત સર્જાવવાની શક્યતા રહેલી હોવાનું જણાવ્યુ હતુ.

X
દહેગામમાં વાહનચાલક વિદ્યાર્થીઓના વાલી દંડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App