• Home
  • Uttar Gujarat
  • Gandhinagar District
  • Dahegam
  • દહેગામ ડેપોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વચ્ચે બસમાં જગ્યાને લઇ હોબાળો

દહેગામ ડેપોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વચ્ચે બસમાં જગ્યાને લઇ હોબાળો

પોલીસે મામલો શાંત પાડ્યો: ડેપો મેનેજરને વધુ બસો મુકવા રજૂઆત

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:25 AM
દહેગામ ડેપોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વચ્ચે બસમાં જગ્યાને લઇ હોબાળો
દહેગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી સવારના સમયે દહેગામ તરફ આવતી બસો ખૂબ જ ઓછી હોવાના કારણે વિદ્યાર્થી સહિત અપડાઉન કરતાં લોકો મુશ્કેલીમાં મુકાય છે. બસમાં ભીડ હોવાના કારણે અસંખ્ય વખત ઝઘડા પણ થતાં હોય છે. ગુરૂવારે સવારે દહેગામ તાલુકાના જિંડવા તરફથી દહેગામ આવતી એસટી બસમાં જિંડવા, સાંપા અને લિહોડા તરફના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે જગ્યા બાબતે બોલાચાલી થઇ હતી. બસ એસટી ડેપો ખાતે આવતાં હોબાળો થયો હતો. આ અંગેની જાણ વાલીઓને પણ થતાં તેઓ પણ દહેગામ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જયાં આગેવાનો તથા પોલીસની સમજાવટથી મામલો શાંત પડયો હતો અને દહેગામ ડેપો મેનેજર સમક્ષ બાયડ રોડ પરના રૂટ પર વધુ બસ મુકવાની માંગ કરી હતી.

ગુરૂવારે સવારે એસટી બસમાં જગ્યાને લઇ જિંડવા, સાંપા અને લિહોડા ગામના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. બસ દહેગામ ડેપોમાં આવી પહોંચવા સુધીમાં મામલો વધુ બિચક્યો હતો અને ટોળેટોળા જામ્યા હતા. બસમાં થયેલી બોલાચાલીની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને પણ થતાં તેઓ પણ તાત્કાલિક દહેગામ એસટી ડેપો ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ મથકે પણ વાલીઓ વચ્ચે ચકમક ઝરતા પોલીસ અને ગામના આગેવાનોએ મામલો શાંત પાડયો હતો.

પોલીસ મથકે મામલો થાળે પડયા બાદ તમામ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને વાલીઓ દહેગામ એસટી ડેપો ખાતે પહોંચી ડેપો મેનેજર હાર્દિક રાવલને બાયડ રોડ પરના ગ્રામીણ વિસ્તારોની બસ સવારના સમયે વધુ મુકવા માટે લેખિત રજૂઆત કરી હતી. જેના જવાબમાં નવી બસનો રૂટ શરૂ કરવા વિભાગીય કચેરીને જાણ કરી મંજૂરી મળતા શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યુ હતુ.

દહેગામ એસ.ટી.ડેપોમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ વચ્ચે જગ્યા બાબતે હોબાળો થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

X
દહેગામ ડેપોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વચ્ચે બસમાં જગ્યાને લઇ હોબાળો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App