તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાલામાં લઇ જવાતા 2 બળદ સાથે બેની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહિયલની સીમમાં ચિસકારી ચોકડી પાસેથી પીકઅપ ડાલુ પસાર થઇ રહ્યુ હતુ. જેને પોલીસે રોકીને તપાસતા તેમાં બે નંગ બળદ હલન ચલન કરી શકે તેવી સ્થિતિમાં ન હતા. બળદની પાસપરમીટનું પૂછતાં તેણે ન હોવાનું જણાવતા પોલીસે 8 હજારના બે નંગ બળદ, 1 હજારના બે નંગ મોબાઇલ તેમજ ત્રણ લાખના પીકઅપ ડાલુ મળી કુલ 3,09,000નો મુદ્દામાલ કબજે કરી અફજલશા દિવાન તેમજ મહિપતસિંહ ઉર્ફે મેપલો ચૌહાણ રહે. સલકી તાલુકો દહેગામની ઘરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...