તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Dahegam
  • ધારિસણા ગામમાં ત્રણ દેશના રાજદૂતે પ્રધાનમંત્રી આવાસોનું નિરીક્ષણ કર્યુ

ધારિસણા ગામમાં ત્રણ દેશના રાજદૂતે પ્રધાનમંત્રી આવાસોનું નિરીક્ષણ કર્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ | ધારીસણામાં સરકારની જળ સંચય યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ચિતાર મેળવવા ભારતમાં જાપાન ખાતેના રાજદૂત સુજન વિનોચા ભારતના તાન્ઝાનિયામાં હાઇ કમિશનર સંદિપ આર્યા તેમજ ગ્રીસમાં ભારતના રાજદૂત સમ્મા જૈન આવી પહોંચી ખારી નદી પરના ચેકડેમ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નિરીક્ષણ કરી પ્રભાવિત થયા હતા.

ખારી નદીના ચેકડેમ પર રૂબરૂ મુલાકાત લઇ પ્રભાવિત થયા હતા
ધારીસણા ખાતે ખારીનદીમાં વોટર રોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ગત 1લી મેથી 12 ચેકડેમ બનાવવાનું કામ શરૂ થયુ હતુ. જેની કામગીરી નદીના પાણી ચેકડેમથી કઇ રીતે રિચાર્જ જઇ શકે અને ખેડૂતો પણ તેનો કેવો લાભ મેળવે તે અંગેની માહિતી રૂરલ ડેવલોપ્મેન્ટ અને પંચાયતના કમિશનર મોના ખંધારે ધારીસણા અને શમ્મા જૈનને આપી હતી. ખારી નદીમાં જુદા જુદા સ્થળોએ તૈયાર કરાવાયેલા ચેકડેમ ખાતે ગાડીના કાફલામાં ત્રણેય મહાનુભાવોને લઇ જવાયા હતા અને સમજ આપી હતી. ચેકડેમ નિરીક્ષણ બાદ ત્રણેય રાજદુત અને કમિશનરને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરાવાયેલ મકાનો બતાવાયા હતા. જયાં રહેતાં લાભાર્થીઓને રૂબરૂ મળી યોજનાની સહાય અંગે માહિતી મેળવી હતી.

ધારીસણામાં ભારતના જાપાન ખાતેના એમ્બેસેડર સુજન ચિનોયે ગુજરાતીમાં વાતચીત કરતા ઉપસ્થિત સૌ આશ્ચર્યચકિત થયા હતા. ચિનોયે જણાવ્યુ હતુ કે સરકારના વોટર શેડ મેનેજમેન્ટ યોજના જોઇ ખૂબ જ પ્રભાવિત પપાણીયે જેનાની ખેડૂતોને સિંચાઇમાં ખૂબ જ લાભ મળી શકે તેમ છે. ઉપરાંત તેમણે ગુજરાત માટે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જાયકા) દ્વારા 500 કરોડની જુદી જુદી યોજના માટેની લોન મંજૂર થઇ છે. જેનાથી પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનો સીંધો અને વધારે લાભ લોકોને મળશે વધુમાં ભારતના લોકોનીજીવન શૈલીનો આધુનિક દ્રષ્ટિકોણ બદલાયો છે. જેમાં જાપાન સામાજીક, આર્થિક તેમજ ગામડાના વિકાસ માટે જાપાન સહાય તત્પર હોવાનું જણાવી શુભેચ્છા પાઠવી હતી.

ધારિસણાનીત્રણ દેશોના રાજદૂતોએ મુલાકાત લીધી.તસવીર: શરીફ શેખ

અન્ય સમાચારો પણ છે...