એકટીવામાં લઇ જવાતા દારૂ સાથે 1ને ઝડપી લેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલુન્દ્રા ગામ પાસેથી પોલીસે એકટીવામાં લઇ જવાતા રૂા. 4800ની કિંમતનો 12 બોટલ ઇંગ્લીશ દારૂ તેમજ રૂા. 500ની કિંમતના 5 નંગ બિયર ટીન સાથે એક શખ્શને ઝડપી લઇ તેના સામે તેમજ દારૂ આપનાર દહેગામની મહિલા બુટલેગર સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

દહેગામ પોલીસ મથકના પીએસઆઇ બી આર રાઠોડ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે સફેદ કલરના એકટીવામાં એક શખ્શ દહેગામથી પાલુન્દ્રા તરફ ઇંગ્લીશ દારૂ લઇ જનાર છે. આ માહિતીના આધારે પોલીસે પાલુન્દ્રા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળુ એકટીવા પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરવા છતાં ચાલક રોકાયો ન હતો. આથી પોલીસે તેનો પીછો કરી ઝડપી લીધા બાદ ચાલકનું નામ પૂછતાં પાલુન્દ્રા ગામે અંબિકાનગરમાં રહેતો કનકસિંહ ઉર્ફે કનુ દલપતસિંહ ચૌહાણ હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે એકટીવાની ડેકી તપાસતા તેમાંથી રૂા. 4800ની કિંમતનો 12 બોટલ ઇંગ્લીશ દારૂ તેમજ રૂા. 500ની કિંમતના 5 નંગ બિયર ટીન મળી કુલ રૂા. 5300નો દારૂ મળી આવ્યો હતો. જે દારૂ દહેગામના લિંબચમાતાની ફળીમાં રહેતી વિણાબેન ભાવેશકુમાર ઉર્ફે ભાવલો ઝાલાએ આપ્યો હોવાનું જણાવતાં પોલસે એકટીવા સહિત રૂા.55,300નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...