તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામમાં રોંગ સાઈડમાં આવતી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ અમદાવાદ રોડ પર કારગીલ પેટ્રોલપંપ નજીક વહેલી સવારે અરવલ્લી જિલ્લાના બાયડથી ડમ્પરમાં કપચી ભરીને દસક્રોઇ તાલુકાના કુહા ગામનો ચાલક દશરથજી આતાજી બારૈયા નરોડા તરફ જવા નિકળ્યો હતો.

સવારના છ વાગ્યાના સુમારે દહેગામ નજીક અમદાવાદ રોડ પર પહોંચ્યો ત્યારે અમદાવાદ તરફથી સળિયા ભરીને રોંગ સાઇડમાં આવી રહેલા આઇસર ટ્રકના ચાલકે ડમ્પર સાથે ટકરાવી અકસ્માત કર્યો હતો.

અકસ્માતમાં ડમ્પર અને ટ્રકના ચાલકને ગંભીર ઇજા થઇ હતી. જેમાંથી ડમ્પરના ચાલક દશરથજીને દહેગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જયાં તેમણે અકસ્માત કરનારા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા઼ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દહેગામ અમદાવાદ રોડ પર કારગીલ પેટ્રોલ પંપ નજીક ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત થતાં બંને વાહનના ચાલકોને ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...