ઇસનપુર ડોડીયા ખાતેથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ | દહેગામ તાલુકાના ઇસનપુર ડોડીયા ગામની સીમમાં જુગારરમી રહેલા ત્રણ શખ્શોને પોલીસે બાતમી આધારે રેડ કરી ઝડપી લીધા બાદ જુગાધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. દહેગામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી. બી. પરમાર, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ ખોડાભાઇ, રાહુલભાઇ સહિતના સ્ટાફ સાથે બારીયા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ઇસનપુર ડોડીયા ગામની સીમમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્શો જુગારરમે છે.જે આધારે પોલીસે રેડ કરી અને જુગાર રમી રહેલા ભારતજી ચૌહાણ,ખોડાજી ચૌહાણ તેમજ દશરથજી ચૌહાણ (ત્રણે રહે. ઇસનપુર) ડોડિયાને પાના પત્તાનો જુગાર રમતા રૂા.470ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...