સાચોદર પાસેથી 36 હજારના વિદેશી દારૂ સાથે બે પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| હિંમતનગરના સાચોદર ગામમાં ઇકો કારમાં દારૂનો જથ્થો રાખી વેચાણ થઇ રહ્યુ હોવાની માહિતી મળતા રૂરલ પોલીસે બુધવારે સાંજે સવા આઠેક વાગ્યે બાતમી વાળી જગ્યાએ પહોંચી ઇકો કારમાંથી વ્હીસ્કીની બોટલ નંગ 72 કિ.રૂ. 36000 મળી અાવતા રવીન્દ્રસિંહ અભેસિંહ જાડેજા (રહે. દહેગામડા તા. ભિલોડા) અને જયદેવસિંહ જાલમસિંહ (રહે. ગઢા) ની અટકાયત કરી બંનેની પોલીસે પૂછપરછ કરતાં દારૂનો આ જથ્થો રતનપુર બોર્ડર પરથી અર્જુનસિંહ નામના વ્યક્તિ પાસેથી લાવ્યાની કબૂલાત કરતાં રૂરલ પોલીસે નંબર વગરની ઇકો સહિત કુલ રૂ. 4,96,000 નો મુદ્દામાલ કબ્જે લઇ ત્રણેય જણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...