શિક્ષકે હસવા બાબતે વિદ્યાર્થીને માર મારતા હોસ્પિટલ ખસેડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ |ચિસકારી ગામ તાોના ભાથીજીની મુવાડી ે રહેતાં અને દેવકરણના મુવાડાની સ્કુલના ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ગણિતના શિક્ષકે હસવા બાબતે લાફા અને ગડદાપાટુનો માર મારતાં વિદ્યાર્થીની તબિયત બગડી હતી અને સ્કુલના શિક્ષકો વિદ્યાર્થીને ઘરે મુકી ગયા હતા. બાદમાં આ વિદ્યાર્થીને તેના પરિવારજનો દહેગામની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જોકે આ અંગે તેના પરિવારજનોએ શિક્ષક સામે કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી ન હતી.

દેવકરણના મુવાડાની સ્કુલના બનાવ મુદ્દે ફરિયાદ ન કરાઇ
ભાથીજીની મુવાડી ખાતે રહેતો તેની માતાનો એકનો એક પુત્ર અંકિત લીલાજી ઠાકોર દેવકરણના મુવાડા ખાતેની ત્રિલોકચંદ વિદ્યામંદિર સ્કુલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગુરૂવારે અંકિત સ્કુલમાં ગણિતના પિરિયડ દરમ્યાન તેની સાથેના વિદ્યાર્થીએ અંકિત સામે જોઇને હસતાં અંકિત પણ હસ્યો હતો. જેના પગલે હિતેશભાઇ નામના શિક્ષકે અંકિતને તું કેમ હસે છે, તેમ કહી લાફા અને ગડદાપાટુનો માર મારતાં અંકિત ફસડાઇ પડયો હતો.

આ ઘટના બાદ શિક્ષક ગભરાઇ ગયો હતો અને સ્કુલના અન્ય શિક્ષકની મદદથી અંકિતને તબિયત સારી ન હોવાનું જણાવી ઘરે મૂકી ગયા હતા. અંકિતની તબિયત સારી ન હોવાનું લાગતાં તેના પરિવારજનો દહેગામની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જયાં તેને સારવાર અપાઇ રહી હતી.

શિક્ષક હિતેશભાઇના મારનો ભોગ બનનાર વિદ્યાર્થી અંકિતના માતા ચંપાબેને જણાવ્યુ હતુ કે અંકિતને માર માર્યા બાદ શિક્ષકો ઘરે આવ્યા ત્યારે હુ ઘરે ન હતી. પરંતુ ઘરે આવી ત્યારે અંકિતે તેને શિક્ષકે માર્યો હોવાથી તબિયત સારી ન હોવાનું જણાવતાં તેઓ અન્ય સગાની મદદથી દહેગામની હોસ્પિટલમાં લાવ્યા હતા. જેની જાણ શાળાના શિક્ષકોને થતાં આજે તેઓ દહેગામની હોસ્પિટલમાં આગેવાનો સાથે આવી સારવારનો તમામ ખર્ચ આપવાનું કહ્યુ હતુ. આખરે આ બનાવ સંબંધે ફરિયાદ નહી નોંધાવી હોવાનું જણાવ્યુ હતુ.

શિક્ષકે વિદ્યાર્થીને માર મારતાં હોસ્પિટલમાં દાખલ. તસવીર : શરીફ શેખ

અન્ય સમાચારો પણ છે...