હરસોલી ગામમાં ચૂડવેલના આતંકથી રહીશો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેગામ તાલુકાના લવાડ ગામને ચૂડવેલ નામની જીવાતે ભરડામાં લીધા બાદ તાલુકાના હરસોલી ગામે પણ ચૂડવેલનું સામ્રાજ્ય છવાતા લોકો પરેશાન થઇ ચૂક્યા છે. મેશ્વો નદીના કાંઠે આવેલા હરસોલી ગામના માઢવાસ સહિતના વિસ્તારમાં ચૂડવેલ નામની જીવાતોનો ઉપદ્રવ વધવાના કારણે મકાનની ચો તરફ ચૂડવેલોએ જાણે ઘેરો ઘાલ્યો હોય તેમ આક્રમણ કર્યુ છે.

ઘરોમાં ચો તરફ ચૂડવેલના કારણે તેનું ધ્યાન રાખી રસોઇ બનાવવી પડે છે. શૌચાલય, બાથરૂમ અને પાણીમાં પણ ચૂડવેલો હોવાથી રહિશો મુશ્કેલી સામનો કરી રહ્યા છે. શાળાનાં બાળકોને સાંજના અંધારા પહેલા હોમવર્ક કરવુ પડે છે. ઉપરાંત લોકોને ભોજન પણ ખાટલામાં બેસી કરવી પડે છે. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોમાં ભય ફેલાઇ રહ્યો છે. રાત્રીના સમય ખાટલામાં પણ ચૂડવેલો આવતાં ચેનથી સૂઇ પણ શકાતુ નથી.

અન્ય સમાચારો પણ છે...