• Gujarati News
  • Youth Arrested Baghel Purse Filled With Money Looted Shop Lodged

દાહોદની દુકાનમાં ઘુસી રૂપિયા ભરેલું પર્સ લૂંટીને ભાગેલો યુવક ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દાહોદની દુકાનમાં ઘુસી રૂપિયા ભરેલું પર્સ લૂંટીને ભાગેલો યુવક ઝડપાયો
- એમજી રોડ વિસ્તારમાં વહેલી સવારે ઘટના બનતાં દોડધામ
દાહોદ : દાહોદ શહેરના એમ.જી રોડ વિસ્તારમાં સવારે એક વેપારીની દુકાનમાં ઘૂસી જઇ કબાટમાંથી 1200 રૂપિયા મુકેલાં પર્સની લૂંટ કરીને એક યુવક ફરાર થઇ ગયો હતો. વેપારી અને પોલીસે પીછો કરીને યુવકને કોર્ટ રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.દાહોદ શહેરના રહેવાસી મન્નાન હકીમુદ્દીન ભાટીયા એમ.જી રોડ વિસ્તારમાં ઉનવાલા સ્ટોર્સની પાડોશમાં દુકાન ધરાવે છે.

સવારે શહેરના ગોદીરોડ વિસ્તારના સીંગલ ફળિયાનો રહેવાસી અને ચાવી બનાવવાનો ધંધો કરતો કીરપાલસિંગ ગુરુમુખસિંગ સીકલીગર તેમની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો. દુકાનમાં ઘૂસીને તેણે મન્નાનભાઇની નજર ચૂકવીને કબાટમાંથી 1200 રૂપિયા મુકી રાખેલું પર્સ સેરવી લીધુ હતું. આ બાબતની ખબર પડી જતાં મન્નાનભાઇએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કીરપાલસિંગ મન્નાનભાઇને પોતાની પાસેનું ચાવીનું ઝુમકુ મારીને ફરાર થઇ ગયો હતો.

આ વખતે મન્નાનભાઇએ બૂમાબૂમ કરીને તેનો પીછો કર્યો હતો.ત્યારે ત્યાં પાલિકા ચોકમાં ફરજ ઉપર હાજર પોલીસ જવાનો પણ તેની પાછળ લાગી ગયા હતાં. ગઢીના કિલ્લામાંથી તે કોર્ટ રોડ તરફ જતાં કીરપાલસિંગને ઝડપી પાડવામાં આવ્યો હતો. કીરપાલસિંગ પાસેથી 1200 રૂપિયા ભરેલું પર્સ કબજે લેવામાં આવ્યું હતું. જોકે, આ બનાવ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.