• Gujarati News
  • Young Man Threat About Fir On His Body, Catches By Police

ફતેપુરામાં આત્મવિલોપનની ચીમકી આપનારની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેબિન દૂર કરાતાં મુસ્લિમ પરિવાર રોષે ભરાયો

ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે નગરમાં જાહેરમાં બે રોકટોક રસ્તાઓ પર ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે. આ દબાણો તંત્ર દ્વારા ન હટાવાતાં મુસ્લિમ પરિવારના સભ્યોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ચીમકીને પગલે પોલીસે પુત્રની ધરપકડ કરી જેલમાં ધકેલ્યો છે.

ફતેપુરામાં નાયકવાડાની ગલીમાં રહેતા ઇલ્યાસ ગુડાલા દ્વારા ગુજરાતી પ્રા.શાળા નજીક ધંધા રોજગાર અર્થે કેબિન ઉભુ કરી ધંધો કરવાનો પ્રયાસ કરાયો હતો. જાહેર રસ્તા પર કેબિન મૂકતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દબાણ દૂર કરવાની માંગ કરી હતી. આથી ફતેપુરા મામલતદાર વી.એમ.પ્રજાપતિ અને સુખસરના ઇન્ચાર્જ પી.એસ.આઇ. વસાવા તેમજ તલાટી સહિ‌ત પોલીસ કાફલા દ્વારા ફતેપુરાની નાયકવાડા ગલીનું દબાણ દૂર કરાયું હતું. દબાણ દૂર કરાતા મુસ્લિમ પરિવારના લોકોએ પોતાની સાથે અન્યાય થયો હોવાની વાત કરી નગરમાં બીજા દબાણ દૂર કરવા માંગ કરી હતી.

તંત્રના અધિકારીઓએ આ દબાણો હટાવવાની પરિવારની ખાતરી આપી હતી. દશ દિવસ ઉપરાંતનો સમય થઇ ગયો હોવા છતાં નગરમાં આવેલા રેન બસેરામાં શાકભાજીવાળાઓનું દબાણ, પિકઅપ સ્ટેન્ડની જગ્યા પર ઉભા કરાયેલા પાનના ગલ્લાઓ અને લારીઓ, બલૈયા ચોકડી, ઝાલોદ ચોકડી, પોલીસ લાઇન રોડ પર રસ્તામાં ઉભા કરાયેલા કેબિનોને દુર કરવાની નોટિસ આપી હોવા છતાં દબાણ ખાલી ન કરાવતાં ઇલીયાસ ગુડાલા અને અબ્દુલ હકીમ ગુડાલાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં ચકચાર મચી હતી.

અમારું દબાણ હટાવાયું બીજા પણ હટવા જોઇએ

નગરમાં ૧૦૦ થી વધુ ગેરકાયદે દબાણો છે તે કેમ હટાવતા નથી. જો આ દબાણો ન હટાવાય તો હું ક્યારેક મામલતદાર કચેરી આગળ આત્મવિલોપન કરીશ તેની જવાબદાર તંત્રની રહેશે. - ઇલિયાસ ગુડાલા, આત્મવિલોપનનીચીમકી આપનાર