• Gujarati News
  • Two Teenagers Killed Dahod Sank Wells Pumping Station

દાહોદમાં પમ્પીંગ સ્ટેશનના કૂવામાં ડૂબી જતાં બે કિશોરનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- દાહોદમાં પમ્પીંગ સ્ટેશનના કૂવામાં ડૂબી જતાં બે કિશોરનાં મોત
- બંને પમ્પીંગ સ્ટેશનની અંદર કેમ ગયા હતાં તે પાછળ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે
દાહોદ : દાહોદ શહેરના ચાકલિયા રોડ વિસ્તારમાં ચંદન તલાવડીની સામે ગંદાપાણી માટે બનાવેલા પમ્પીંગ સ્ટેશનના કૂવામાં બે કિશોરનું ડૂબી જવાને કારણે મોત થઇ જતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બંને યુવકો પમ્પીંગ સ્ટેશનની અંદર કેમ ગયા હતાં તે પાછળ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ શહેરના ચાકલિયા રોડ વિસ્તારમાં ચંદન તલાવડીની સામે પાલિકા દ્વારા ગંદાપાણીનું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ખુલ્લા પમ્પીંગ સ્ટેશનના કૂવામાં રવીવારની સાંજના સમયે શહેરના બે કિશોર પડી ગયા હતાં. આ બાબતની જાણ થતાં લાશ્કરો, 108 અને પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. ફાયર વિભાગની ટીમની જહેમત બાદ એક મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ શહેરના ગોદીરોડ સ્થિત મીશન કંપાઉન્ડમાં રહેતાં આશરે 15 વર્ષિ્ય પ્રિન્સ નરેશભાઇ મોટવાણીનો હોવાનું જાણવા મળતાં તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

કૂવાના પાણીમાં બીજો પણ છોકરો હોવાની આશંકાના પગલે રાતના 8.15 વાગ્યા સુધી ફાયરની ટીમે શોધખોળ હાથ ધરતાં બીજો મૃતદેહ પણ મળ્યો હતો. આ મૃતદેહ ગોદીરોડની જીવનદીપ સોસાયટીમાં રહેતાં અને આશરે 15 વર્ષિય ઉમરના લાગતાં રૂદ્ર સુરેશભાઇ ડામોરનો હોવાનું જાણવા મળ્યું હતું.ઘટના પમ્પીંગ સ્ટેશન બહારથી એક મોટર સાઇકલ અને બે જોડી નવા બૂટ મળતાં તે પોલીસે કબજે લીધા છે.
આ બંને કિશોર પમ્પીંગ સ્ટેશનમાં કેમ ગયા હતાં તે પાછળ રહસ્ય ઘૂંટાઇ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં શહેરના લોકોનું મોટુ ટોળુ ચાકલિયા રોડ ઉપર એકઠું થઇ ગયું હતુ. આ બનાવ અંગે શહેર પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.