ખાલી પાઉચ જમા કરવાના ફતવાનો વિરોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પંચમહાલમાં ૨૭૨પ આંગણવાડી કેન્દ્રમાં પોષકતત્વના એક લાખ પેકેટ લાભાર્થીઓને વિતરણ થાય છે ત્યારે
- કર્મચારીઓમાં છુપો કચવાટ : હેરાનગતી કરવાનો આશય

કુપોષણ સામે પંચમહાલ જિલ્લાની ૨૭૨પ આંગણવાડી કેન્દ્રમાં વિતરણ કરાતા શિરો, સુખડી, ઉપમા જેવા પોષકતત્વના અંદાજીત એક લાખ પેકેટ લાભાર્થીઓને વિતરણ થાય છે. ત્યારે સાચા લાભાર્થીઓને લાભ મળતો ન હોવાની બુમ વચ્ચે વપરાશ બાદના ખાલી પાઉચ પરત લેવા અને સંગ્રહ કરવાના ફતવાના મુદ્દે કર્મચારીઓમાં છુપો કચવાટ વ્યાપ્યો છે. જોકે આ પરત કરવાની જવાબદારી લાભાર્થીને કે મેળવવાની જવાબદારી કર્મચારીઓ અંગે પરસ્પર દોષારોપણ કરાઇ રહયુ છે.

પંચમહાલ જિલ્લામાં ગરીબ તેમજ આદિવાસી મહિ‌લાઓને અને બાળકોને રોજિંદા પોષક ખોરાકનો અભાવ વર્તાય છે. એક સાંધે ને તેર તૂટે તેવી દારૂણ પરિસ્થિતિમાં ગુજરાન ચલાવતા પરિવારોને વિવિધ વિટામિન ધરાવતા પોષક તત્વો મળી રહે તે હેતુથી શિરો, સુખડી, ઉપમા તથા બાળભોગ યોજના આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત છે. ૧૧ તાલુકામાં આવેલી ૨૭૨પ આંગણવાડી કેન્દ્રોમાં દર માસે ત્રણથી છ વર્ષના બાળકોને તથા કિશોરીઓ, સગર્ભા, ધાત્રિ લાભાર્થીઓને ૯પ૯૧૦ જેટલા ખાદ્યપદાર્થ વિતરણ કરાય છે.

પરંતુ રાજય સરકાર દ્વારા છેલ્લા ત્રણ માસથી વિતરણ કરાયેલા પોષક તત્વોના પેકેટના ખાલી પાઉચ પરત કરવાનો ફતવો જારી કરાતા જિલ્લાભરના કર્મચારીઓમાં છુપો કચવાટ સાથે વિરોધ વંટોળ વ્યોપ્યો છે. કમિશ્નર દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવ્યુ હતુ કે, ટેકહોમરેશન તરીકે માસિક જથ્થો અપાય છે. બાળભોગ અઠવાડીયાના બે, સુખડીના માસિક એક, શિરોના ત્રણ, ઉપમાના બે એમ પુરતો જથ્થો અપાય છે. અગાઉ મહિ‌નાનો જથ્થો અપાયો હતો.

તે હવે પાઉચ વિતરણ રજીસ્ટર નિભાવીને ખાલી પાઉચ પરત લઇ નોંધ રાખવા જણાવાયુ છે. આ જારી કરાયેલા ફતવાને લઇને આંગણવાડી કેન્દ્રોના સંચાલકોમાં છુપી નારાજગી એ છે કે, નિયમિત પણે અને નિયત કરાયેલ પ્રમાણ આધારે વિતરણ કરાયેલ લાભાર્થીના નામ તેમજ પુરતી વિગતોની રજીસ્ટર નિભાવવામાં આવે છે. તેમ છતાં શંકા સેવીને કર્મચારીઓને હેરાનગતી કરવાનો આશય હોય તેમ ખાલી પેકેટ જમા કરાવવા જણાવાયુ છે.

આ અંગે લાભાર્થીઓ પરત પાઉચ કરવાના કે ઘરે ઘરે ફરીને કર્મચારીઓએ એકત્રિત કરવાની કામગીરી કરવી અંગે કોઇ એકની જવાબદારી નકિક કરતો ફોડ પાડવામાં આવ્યો નથી. જયારે દર માસે મિટીંગમાં આ બાબતે પુછવામાં આવતા તેઓ અસમંજસમાં મુકાતા આ નિયમ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આમ આંગણવાળી કેન્દ્રોના કર્મચારીઓ પર થતી હેરાન ગતીને સંકાના કારણે કર્મચારીઓમાં પણ છોપો રોષ જોવા મળે છે.