"સુરક્ષા સેતુ'નું CMના હસ્તે વિમોચન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં મુખ્યમંત્રી વિમોચન કરી રહેલા જોઇ શકાય છે)
- "સુરક્ષા સેતુ'નું CMના હસ્તે વિમોચન
- દાહોદ પોલીસ - દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે બનાવાયેલી પુસ્તિકા નિહાળી
દાહોદ : દાહોદમાં શુક્રવારે આવેલા મુખ્ય મંત્રી આનંદીબહેને દાહોદ પોલીસ અને દિવ્યભાસ્કરના સંયુક્ત ઉપક્રમે બનાવવામાં આવેલી સુરક્ષા સેતુની ‘‘આપની માટે, આપની સાથે-દાહોદ પોલીસ’’ નામક પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. વિમોચન બાદ મુખ્ય મંત્રી આનંદીબહેને આખી પુસ્તિકા બે વખત પાના ફેરવી-ફેરવીને નિહાળી હતી.દાહોદ શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડવા માટે સુરક્ષા સેતુ સોસાયટીની રચના કરાઇ છે. જે મહિલાઓ માટે લોક જાગૃતિ, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો ઉપરાંત ટ્રેનિંગ આપતાં કોચિંગ ક્લાસ પણ ચલાવે છે.

આ ત્યારે પ્રજા પોલીસની વધુ નજીક આવે અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કરાતાં લોકહિતના કામોનો લાભ લે તેમજ પોતાની સુરક્ષા માટે શું કરવું, શું ન કરવું, પોલીસના સંપર્ક નંબરો સહિતની વિવિધ લોકભોગ્ય સામગ્રી સાથેની એક પુસ્તિકા દિવ્ય ભાસ્કર અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા બનાવાઇ હતી. આ પુસ્તિકાનું વિમોચન શુક્રવારે દાહોદ કડાણા યોજનાના લોર્કાપણ માટે આવેલા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ દ્વારા કરાયું હતું.

વિમોચન બાદ મુખ્યમંત્રીએ બે વખત આ પુસ્તિકા આખેઆખી નિહાળી હતી. લીમખેડા પોલીસ મથકની તક્તિના અનાવરણ સાથે જેસાવાડા ઓપીને પોલીસ મથક બનાવવાની જાહેરાત કરી હતી.