સંજેલી આઠમો તાલુકો બનતાં પ્રજામાં આનંદનો માહોલ છવાયો

Sanjeli is a eight number district, people are crazy
Bhaskar News

Bhaskar News

Sep 12, 2013, 12:15 AM IST

- દાહોદ જિલ્લામાં ૯મી સપ્ટેમ્બરથી આઠમો તાલુકો કાર્યરત થયો
- તાલુકા કક્ષાની કચેરીઓ પણ કાર્યરત કરવા માટેની કાર્યવાહીને આખરી ઓપ અપાઇ ગયો


દાહોદ જીલ્લામાં હાલ સુધીમાં સાત તાલુકા કાર્યરત હતા. હવે તારીખ ૯મી સપ્ટેમ્બરથી સંજેલી આઠમો તાલુકો અમલમાં આવતાં નવા તાલુકામાં સમાવષ્ટિ ગામડાઓમાં રહેતાં ગ્રામ જનોમાં આનંદની લહેર દોડી ગઇ છે. થોડા દિવસોમાં જ નવા તાલુકાના ઉદ્દઘાટન પછી તાલુકા કક્ષાની કચેરીઓ પણ કાર્યરત કરવા માટેની કાર્યવાહીને આખરી ઓપ અપાઇ ગયો છે.

દાહોદ જીલ્લો અસ્તિત્વમાં આવ્યાને ૧૬ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. જે તે વખતે જીલ્લો અમલમાં આવ્યો ત્યાર પછી જીલ્લામાં દાહોદ, ગરબાડા,ઝાલોદ, ફતેપુરા, લીમખેડા, ધાનપુર અને દેવગઢ બારીયા એમ સાત તાલુકા કાર્યરત કરવામાં આવ્યા હતા. આ સાતેય તાલુકાઓમાં ૧૧૨ જેટલા ગામડા ધરાવતો ઝાલોદ તાલુકો સૌથી મોટો તાલુકો હતો. આ તાલુકામાં સમાવષ્ટિ સંજેલી પંથકના ગામડાઓમાં રહેતાં ગ્રામ જનોને તાલુકા મથક ઝાલોદ મુકામે જવા માટે ૩૦ કિલોમીટર જેટલું અંતર કાપવુ પડતું હતુ. જેથી ઝાલોદ તાલુકાનું વિભાજન કરી સંજેલી તાલુકો નવો બનાવવાની માંગ કેટલાયે વર્ષોથી ઉઠી રહી હતી પરંતુ કોઇને કોઇ રીતે સંજેલીને તાલુકો બનાવવાની જાહેરાત ઘોંચમાં પડતી હતી.

થોડા સમય પહેલાં જ રાજ્યમાં સાત નવા જીલ્લા બનાવાયા ત્યારે પણ સંજેલી તાલુકો જાહેર ન કરાતાં ગ્રામજનોને નિરાશા સાંપડી હતી. છેવટે તારીખ ૯ સપ્ટેમ્બરના રોજથી દાહોદ જીલ્લાનો આઠમો તાલુકો સંજેલી અસ્તિત્વમાં આવી જતાં પ૬ ગામડાઓના ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઇ ગઇ છે. નવા સંજેલી તાલુકામાં ઝાલોદ તાલુકામાંથી છુટા પડેલા સંજેલી, નેનકી, પ્રતાપપુરા, ઇશાના મુવાડા,પીછોડા, ગસલી, ઇંટાડી, ભાણપુર, ગરાડીયા, મોલી, વાંસીયા, બામણ,ગલાના પડ, કડવાના પડ, તરકડા મહુડી, જીતપુરા, જસુણી, માંડલી, ઝુસા, વલુંડા,તરકડા મહુડીના મુવાડા, ડેઢીયાના નળો, ડેઢીયા, કાનજી ખેડી, પતેલા, ચાકીસણા, ઢાલ સિમલ, કુંડા, હિ‌રોલા, અણિકા, ડુંગરા, ચરોરી, કરંબા, બોડા ડુંગર, કોટા, થાળા, ગોવિંદા તળાઇ, ચમારીયા, નારીયાના મુવાડા, લુંજાના મુવાડા, બચકરીયા, નાળ કળિયા, ભમેલા, કકરેલી, લવારા, શસીકપુર, ઝરા, વાણિયા ઘાટી તેમજ બીજા છ મળી કુલ પ૬ ગામોનો સમાવેશ કરાયો છે. નવા સંજેલી તાલુકામાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની નિયુક્તિ ટુંક સમયમાં જ કરવામાં આવશે તેમજ હંગામી ધોરણે મામલતદાર કચેરી સંજેલી મુકામે આવેલી સંસ્કાર વિદ્યા ભારતી શાળામાં શરૂ કરવામાં આવનાર હોવાનું ઝાલોદ એસડીએમ કચેરીમાંથી જાણવા મળ્યુ છે. એવી માહિ‌તી પણ પ્રાપ્ત થઇ છે કે ઔપચારિક રીતે સંજેલી તાલુકો તારીખ ૯ સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયો છે પરંતુ આગામી બે ત્રણ દિવસોમાં જ સત્તાવાર રીતે ઉદ્દઘાટન કરી નવા સંજેલી તાલુકામાં તાલુકા કક્ષાની કચેરીઓ શરૂ થતાંની સાથે જ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. આમ નવો સંજેલી તાલુકો અમલમાં આવતાં જ ગ્રામજનોમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાઇ ગયુ છે.

નવા તાલુકાની કામગીરી પણ શરૂ કરી દેવાશે

ઝાલોદ તાલુકામાંથી વિભાજન થઇ સંજેલી તાલુકો જુદો પાડવાની જાહેરાત રાજ્ય કક્ષાએથી થયા બાદ તારીખ ૯ સપ્ટેમ્બરથી સંજેલી તાલુકો અમલમાં આવી ગયો છે. ટુંક સમયમાંજ તાલુકા કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવશે અને થોડા દિવસોમાં જ ઉદ્દઘાટન બાદ સંજેલી મુકામે નવા તાલુકાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. - સંજય મોદી, એસડીએમ, ઝાલોદ

X
Sanjeli is a eight number district, people are crazy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી