જાલત પાસે કાર ખોટકાતાં મહિ‌લાઓને માર મારી લૂંટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્ન પ્રસંગમાં ઝાબુઆ જતો ગોધરાનો મુસ્લિમ પરિવાર ભોગ બન્યો
ચાર બાઇક સવાર લૂંટારા સોનાની બંગડી અને પ૦ હજાર રોકડા લૂંટી ફરાર
ગોધરાનો એક પરિવાર બુધ વારે તેમની કારમાં લગ્ન પ્રસંગમાં ઝાબુઆ મુકામે જઇ રહ્યા હતા. દાહોદના જાલત પાસે ટાયર ફાટતાં કાર માલિક પંકચર કઢાવવા જતાં તેમની પત્ની અને પુત્રીને માર મારી ચાર બાઇક સવાર લુંટારા સોનાની ચાર બંગડી અને પ૦ હજાર રોકડા મળી ૧ લાખ ૧૩ હજાર નો મુદ્દામાલ ચોરી ફરાર થઇ જતા ચકચાર મચી હતી.
પોલીસ વિભાગમાંથી પ્રાપ્ત માહિ‌તી પ્રમાણે ગોધરા મુકામે વડોદરા રોડ ઉપર આવેલી સલામત સોસાયટીમાં રહેતાં હુસેનભાઇ અબ્દુલભાઇ શેખ તારીખ ૨૨ મે, ગુરુવારના રોજ તેમના પત્ની જેનબ બેન અને પુત્રી સાથે મધ્ય પ્રદેશના ઝાબુઆ મુકામે એક લગ્ન પ્રસંગમાં જવા પોતાની વેગન આર કારમાં નીકળ્યા હતા. તે વેળાએ દાહોદ પાસે જાલત ગામ નજીક સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેમની કારના ટાયરમાં પંકચર થઇ ગયુ હતુ. જેથી હુસેનભાઇ તેમના પત્ની જેનબબેન અને પુત્રીને કાર પાસે ઉભા રાખી પંકચર કઢાવવા ગયા હતા.
તે સમયે અચાનક જ ચાર લૂંટારા બાઇક પર ધસી આવ્યા હતા અને જેનબબેનને માર મારી ડરાવી ધમકાવી કારમાં મુકેલા પ૦ હજાર રોકડા અને જેનબ બેને પહેરેલી સોનાની ચાર બંગડીઓ તેમજ મોબાઇલ મળી કુલ ૧ લાખ ૧૩ હજાર ૭૦૦ રૂપિયાનો મુદ્દા માલ લૂંટી ફરાર થઇ ગયા હતા. જેથી હુસેનભાઇ શેખે દાહોદ ગ્રામ્યં પોલીસે તપાસ હાથ ધરી છે.