તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ ખેંચાતા બિયારણ નિષ્ફળ જવાની ભીતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દાહોદ જિલ્લામાં ચોમાસાએ જોરદાર પ્રારંભ કરતાં ૨.૨પ લાખ હેક્ટર પૈકી ૮૭ હજાર હેક્ટર જમીનમાં વિવિધ પાકની વાવણી
- આગામી દશ દિવસમા વરસાદ ન વરસે તો ખેડૂતોના માથે આફત


દાહોદ જીલ્લામાં ચોમાસાની રૂતુ આ વખતે વહેલી આરંભ થતા ખેડુતોએ પોતાના ખેતરમાં વાવણી કાર્યનો આરંભ કર્યો છે. જીલ્લાના ૨.૨પલાખ હેકટર જમીન પૈકી અત્યાર સુધીમાં ૮૭ હજાર હેક્ટર જમીનમાં વિવિધ પાકની વાવણી કરવામાં આવી છે.

જીલ્લામાં અત્યાર સુધીમાં ૩૯.૧૬ટકા જમીનમાં વાવણી કરી દેવામાં આવી છે. જોકે વરસાદે પ્રારંભીક સપાટા બાદ લાંબો વિરામ લેતાં વાવણી કરનાર ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેલાયું છે. આગામી દશ દિવસમાં વરસાદનું આગમન ન થાય તો બિયારણ નિષ્ફળ જવાની ભીતી સેવાઇ રહી છે.

દાહોદ જીલ્લામાં સીંચાઇની કોઇ મોટી વ્યવસ્થા હોવાથી ખેડુતો આખા વર્ષ દરમિયાન ચોમાસુ પાક જ લઇ શકે છે. ચોમાસાના વરસાદના પાણી આવતા દરેક ખેડુત પોતાના ખેતર કામમાં જોડાયેલા જોવા મળે છે. ત્યારે આ વખતે ચોમાસુ તેના સમય કરતા પખવાડીયુ વહેલુ બેસી ગયુ હોવાથી તેમજ ગયા વર્ષ કરતા સારો વરસાદ વરસતા જીલ્લાના ખેડુતોએ ખેતિ સુધારણા સહ વાવણી કાર્યનો આરંભ કરી દીધો છે.

જીલ્લા ખેતિવાડી કચેરીથી મળતી માહિ‌તિ અનુસાર, જીલ્લાની કુલ ૨.૨પલાખ હેક્ટર જમીન પૈકી અત્યાર સુધીમાં ૮૭હજાર ૮૨૨ હેક્ટર જમીનમાં વિવિધ પાકનુ વાવેતર કરવામાં આવ્યુ છે. તેમાં મહત્તમ ખેડુતોએ મકાઇની વાવણી કરી છે. તો ત્યાર બાદના ક્રમે સોયાબીનની વાવણી ખેડુતોએ કરી છે. જો કે જીલ્લાના ૩૯ ટકા વિસ્તારમાં વાવણી કરી દેવાઇ છે પરંતુ પાછલા આઠ દસ દિવસોથી વરસાદ ન વરસતા ખેડુતોમાં ચીંતા જોવા મળી રહી છે.

તેમજ જો આવનારા દસ દિવસમાં સંતોષ જનક વરસાદ ન વરસે તો ખેડુતોએ ખેતરમાં નાખેલુ બીયારણ માથે પડવાનો ડર પણ ખેડુતોને સતાવી રહ્યો છે. જો કે જીલ્લાના ખેડુતો આ વખતે સારો વરસાદ વરસસે તેવો આશાવાદ પણ રાખી રહ્યા છે.

દસ દિવસમાં વરસાદ ન વરસે તો તકલીફ

જો દસ દિવસ દરમિયાન વરસાદ ન વરસે તો જે ખેડુતોની જમીન ઢાળવાળી છે અને મકાઇ કે સોયાબીન વાવ્યુ હશે તેમને અસર પડવાની સંભાવના છે. આ વખતે વહેલો વરસાદ વરસ્યો છે અને સારો વરસાદ વરસ્યો છે તેથી આ વર્ષે ખેતિ પણ સારી થશે તેવી સંભાવના છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાત ખેડૂતો ચિંતિત બની ગયા છે. - કમલભાઇ ડીંડોડ, જીલ્લા ખેતિવાડી અધિકારી,દાહોદ