ગુજરાતમાં રાહુલ ગાંધીનો કટાક્ષ: નરેન્દ્ર મોદીમાં ભગવાન જેવી શક્તિ છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુજરાતમાં આર.ટી.આઇ.કમિશનર અને લોકાયુક્ત આવશે તો ચોકીદાર(મોદી) જેલમાં જશે

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તાર દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ખાતે જનમેદનીને સંબોધન કરતાં કહ્યું હતું કે, જે દિવસે ગુજરાતમાં આર.ટી.આઇ. કમિશનર અને લોકાયુક્ત આવી જશે તો તમારો ચોકીદાર અંદર થઇ જશે તેમ નરેન્દ્ર મોદીતરફ આડકતરો ઇશારો કરતાં કહ્યું હતું. રાહુલે તેના સંબોધનમાં મોદી અને ભાજપ સરકાર પર પ્રહારો કરતાં ખોંખારીને જણાવ્યું હતું કે, અદાણીજેવા ઉદ્યોગપતિને એક રૂપિયાના ભાવે જમીન મળે તેવું હિ‌ન્દુસ્તાન બનાવવા નથી માંગતા અને અમે બનવા પણ નહીં દઇએ.

મધ્ય ગુજરાતની દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને ભાજપ અનેકોંગ્રેસની વિચારધારાની ટક્કર લેખાવી જણાવ્યું હતું કે, કોંગ્રેસની વિચારધારા દેશ આગળ વધે તેવી છે. જેમાં ગરીબ, આદિવાસી અને દલિતને લાગવું જોઇએ કે, દેશ અમારો છે અને પ્રગતિનો ફાયદો અમારા બાળકોને મળી રહ્યો છે. જ્યારે ભાજપની વિચારધારા ગણ્યાગાંઠયા લોકોની સરકાર બને, બિઝનેશમેન અને બે-ત્રણ ઉદ્યોગપતિઓને ફાયદો થાય પરંતુ ગરીબ, ખેડૂતો અને મજુરોના બાળકો દેખતા રહી જાય તેવી છે.

રાહુલે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં મોદીએ એક ઉદ્યોગપતિને ૪પ હજાર એકર જમીન ચોરસ મીટરના રૂા.૧ લેખે આપીદીધી. આ જમીન મોદીની નહીં પણ ખેડૂતની હતી. મોદીએ આ એક જ ઉદ્યોગપતિને રૂા.૪૦ હજાર કરોડનો ફાયદો કરાવ્યો જ્યારે કોંગ્રેસ સરકારરરૂા.૩૦ હજાર કરોડની મનરેગા યોજના દ્વારા દેશના લાખો લોકોને ૧૦૦ દિવસની રોજગારીની ગેરંટી આપે છે.

રાહુલનો કટાક્ષ : મોદીમાં ભગવાન જેવી શક્તિ છે....

મોદી પર એક પછી એક કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમેરિકાના નાના શહેરમાં કે ભારતમાં મિઝોરમ જેવા રાજ્યમાં કંઇ પણ ઘટના બને મોદીને તરત ખબર પડી જાય છે. મને લાગે છે, મોદીમાં ભગવાન જેવી શક્તિ છે.

રાહુલે કહ્યું હતું કે, ગુજરાતનો વિકાસ મોદીના રાજમાં નથી થયો આ વાંચવા માટે આગળ ક્લિક કરો...