દાહોદમાં ફરી વળ્યો વરસાદ, ખેડૂતોને ૪૨ કરોડનું નુકસાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-દાહોદ જિલ્લામાં એક લાખ હેક્ટર જમીનમાં પાક ધોવાયો
-વર્તમાન ચોમાસામાં વરસેલા અનરાધાર વરસાદમાં ખરીફ ખેતીને ફટકો
-જિલ્લામાં જ ખેડૂતોને અંદાજિત ૪૨ કરોડનું નુકસાન
-સિંચાઇ સુવિધાના અભાવે વરસાદી ખેતી પર નર્ભિર ખેડૂતોની કફોડી હાલત
-જિલ્લામાં મકાઇ-સોયાબીન-ડાંગર અને તુવેરના પાકને સોથી વધુ નુકસાન પહોંચ્યું

દાહોદ જીલ્લામાં વર્તમાન ચોમાસામાં વરસેલા અનરાધાર વરસાદે ખરીફ ખેતીનું રસાતાળ કાઢી નાંખ્યુ છે. પાછોતરા એક ધારા વરસાદને કારણે સૌથી વધારે નુક્સાન મુખ્ય પાક મકાઇને થયુ છે. જેથી ખેતીવાડી વિભાગે કરેલા સરવે અનુસાર ખેડૂતોને ૪૨ કરોડનું આર્થિ‌ક નુક્સાન થયુ હોવાની માહિ‌તી પ્રાપ્ત થઇ છે. વર્તમાન ચોમાસામાં એક લાખ હેક્ટર જમીનમાં પાક ધોવાઇ ગયો હતો.

દાહોદ જીલ્લામાં કુલ ખેતી લાયક જમીન ૨ લાખ ૨૪ હજાર હેક્ટર જેટલી છે. પરંતુ સિંચાઇ યોજના એક પણ ન હોવાથી ખેડૂતોએ વરસાદ આધારિત જ ખેતી કરવી પડે છે. ગયા ચોમાસે જીલ્લામાં સવેળા વરસાદ શરૂ થઇ જતાં ખેડૂતોએ વાવણી પણ વેળા સર જ આરંભી દીધી હતી. જીલ્લાનો મુખ્ય ખોરાક અને પાક મકાઇ હોવાથી એક લાખ કરતાં વધારે હેક્ટર જમીનમાં ફક્ત મકાઇનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.

આ ઉપરાંત સોયાબીન, ડાંગર ઓરણ અને તુવર જેવા પાક લેવા માટે પણ વાવણી કરવામાં આવી હતી. મકાઇના પાક પર દોડા બેસવાનો સમય આવે અને ચીપીયા બેસે તે પહેલાં સુધી વરસાદ નિયમિત અને જરૂરિયાત જેટલો વરસ્યો હતો. પરંતુ પાછોતરા વરસાદ એકધારો વરસવાને કારણે નીચાણ વાળા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા તેમજ કાળી જમીન વાળા ખેતરોમાં પણ મકાઇને ક્રમશ: નુક્સાન થવા માંડયુ હતુ. આડે ધડ વરસાદની હેલીઓને કારણે મકાઇનો ઉભો પાક ખેતરોમાં આડો પડી ગયો હતો અથવા તો પાણીના ભરાવાને કારણે મકાઇ ગળવા માંડી હતી તેમજ ચીપીયા બેસવાની પ્રક્રિયા જ થઇ ન હતી.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...