દાહોદમાં મુનિ તરુણસાગરજી દ્વારા કેશલોચન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દગિંમ્બર જૈન મુનિ ત્યાગ અને દયાની મૂર્તિ સમાન હોય છે. ત્યારે દાહોદમાં શનિવારે ક્રાંતિકારી રાષ્ટ્ર સંત મુનિ તરૂણ સાગરજી મહારાજે સ્વહસ્તે તેમના કેશનું લોચન કર્યુ હતું. આ વેળાએ સારી સંખ્યામાં સમાજ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને મુનશિ્રીની આ તપસ્યા જોઇ સૌ નતમસ્તક થયા હતા.

દાહોદના ગુજરાતી વાડમાં રાષ્ટ્ર સંત મુનિ તરૂણ સાગરજી પધાર્યા છે. જયારથી ક્રાંતિકારી સંત પધાર્યા છે ત્યારથી વિવિધ ધામિeક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેનો લાભ સારી સંખ્યામાં લોકો લઇ રહ્યા છે. ત્યારે શનિવારના રોજ બપોરના ૨ કલાકના અરસામાં તરૂણ સાગરજી મહારાજ દ્વારા તેમના માથાના, દાઢીના અને મૂછના કેશનું સ્વહસ્તે લોચન કરાયું હતું. દગિંમ્બર જૈન પરંપરામાં મુનિ તેમજ આયીgકાઓને દર ચાર માસમાં એક વખત કેશ લોચન કરવાની આવશ્યકતા પડે છે.
જે શરીરથી વિરક્ત હોય તેજ કેશ લોચ જેવી કિઠન સાધના કરી શકે છે. દગિંમ્બર જૈન મુનિઓ તેમની તપશ્વર્યા માટે જાણીતા છે. ત્યારે આ તપશ્વર્યા પૈકીની કેશ લોચ તે પણ એક તપશ્વર્યા છે. મુનિ તરૂણ સાગરજી મહારાજે છાણાની રાખના સહારે પોતાના માથા,દાઢી તેમજ મૂછના કેશનું લોચન સ્વહસ્તે શાંત ભાવથી કર્યુ હતું. મુનશિ્રીની આ તપશ્વર્યા જોઇ ઉપસ્થિત દરેક શ્રદ્ધાળુઓ નત મસ્તક થઇ ગયા હતા. મુનશિ્રી જયારથી દાહોદ પધાર્યા છે ત્યારથી તેમના ભકતો તેમના દર્શનાર્થો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. શુક્રવારે લબાના સમાજ , દાહોદ ગૌશાળાનું પ્રતિનિધિ મંડળ તેમના દર્શનાર્થો આવ્યું હતું. કેશ લોચ કરતા પૂવeે કડવે પ્રવચન માટે દેશ વિદેશમાં પ્રખ્યાત ક્રાંતિકારી સંત મુનિ તરૂણ સાગરજી મહારાજે જણાવ્યું હતું કે મોંની શોભા કેશથી છે. અને મુનિની શોભા કેશ લોચથી છે. દગિંમ્બર જૈન મુનિઓ તેમની તપશ્વર્યા માટે જાણીતા છે. ત્યારે કેશ લોચ તે પણ તેમની તપશ્વર્યા પૈકીની એક છે.
સંત મુનશિ્રી દ્વારા થનારા કાર્યક્રમો

તા ૯થી ૧૨ફેબ્રુઆરી દરમિયાન સીટી ગ્રાઉન્ડ ઉપર કડવે પ્રવચન સવારના ૮.૩૦થી ૧૦.૩૦ સુધી યોજાશે. તા.૧૦ના રોજ સાંજના પ.૩૦ કલાકે પાલિકા ચોકમાં આનંદ યાત્રાનો અનોખો કાર્યક્રમ. તા ૧૨ના રોજ મંદિરજીમાં ગુરુ દીક્ષા, તા.૧૩ના રોજ સીટી ગ્રાઉન્ડ ઉપર શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર શિબિર સવારના ૨.૩૦થી યોજાશે. તેમજ તા.૧૪ના રોજ સાંજના ૪ કલાકે ક્રાંતિકારી સંત મુનશિ્રી તરૂણ સાગરજી મહારાજ દાહોદથી સંતરામપુર માટે વિહાર કરશે.