એંગલ્સ નીચે દબાતાં યુવકનું મોત મોટી ખરજનો અન્ય એક યુવક ઘાયલ થયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરના યસ માર્કેટ પાસે રવીવારે એક સિમેન્ટ ડેપોમાં એંગલો ભરેલી રેક તૂટતાં તેની નીચે દબાઇ ગયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સાથે અન્ય એક યુવક ઘાયલ થતાં તેને દવાખાને ખસેડવામાં આવ્યો હતો. શહેર પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરના યસ માર્કેટ પાસે જક્કીભાઇ સિદ્ધપુરીવાલાનો રાજ સ્ટીલ અને સિમેન્ટ ડેપો આવેલો છે.

આ ડેપોમાં રવીવારની સવારના સમયે મોટી ખરજ ગામના સંગાડા ફળિયામાં રહેતાં દીનેશ નરસિંગ સંગાડિયા અને બાલુ ફુલજી સંગાડિયા કામ કરી રહ્યા હતાં. ત્યારે રેક ઉપર મોટી લોખંડની એંગલો ગોઠવતી વેળા ભારે વજનને કારણે એંગલો મુકેલી રેક તૂટી ગઇ હતી. જેથી દીનેશ અને બાલુ એંગલો નીચે દબાઇ ગયા હતાં. આ ઘટનામાં દીનેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું.