• Gujarati News
  • Love Birds Dead Body Found In Diused Home At Lunavada

લુણાવાડામાં અવાવરુ મકાનમાંથી પ્રેમી પંખીડાંના મૃતદેહ મળ્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોલીસે મૃતદેહોનો કબજો લઇ પીએમ માટે મોકલી આપ્યા

લુણાવાડાની એકતા શાંતિનગર સોસાયટી હરિજનવાસમાં આવેલા બંધ અવાવરૂ મકાનમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. નોંધનિય છે કે, એક માસ અગાઉ આ પ્રેમી પંખીડા ઘર છોડીને જતા રહ્યા હતા. હાલમાં પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતદેહોને પીએમ માટે ગોધરા સિવીલમાં ખસેડયા હતા.

લુણાવાડાના એકતા શાંતિનગર હરિજનવાસ સોસાયટીમાં રહેતા સ્નેહલ પરસોત્તમ ચૌહાણ (ઉવ.૨૧) તથા તેજ વિસ્તારમાં રહેતી રોશની ભરતભાલ ડબગર (ઉવ.૧૬) લાંબા સમયથી એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ એક બીજાને અનહદ પ્રેમ કરતા ગળાડૂબ બન્યા હતા. એકબીજાને લગ્નના તાંતણે બાંધવા માટે તેમણે અનેક પ્રયત્નો પણ કર્યા હતા. પરંતુ સામાજિક રીતે આ લગ્ન સગા વ્હાલાને મંજૂર ન હતા. જેના કારણે થોડા સમય અગાઉ બંનેએ ઘર છોડી ભાગી ગયા હતા. આબરૂ જવાની બીકે યુવક તથા યુવતીના પરિવારજનોએ તેમને શોધી કાઢી અલગ કરી દીધા હતા. આખરે તેમણે એકમેક સાથે જીવવા અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ સફળ ન થતા તેમણે આ દુનિયા છોડી દેવાનો જ નિર્ધાર કર્યો હતો.

દરમિયાન એક માસ અગાઉ બંને ફરી એક વાર ઘર છોડી ભાગી ગયા હતા. ઘર છોડયાના લાંબા સમય બાદ તેઓના પરિવારજનોએ સઘન શોધખોળ આદરી ન હતી. બીજી તરફ ગત તા.૧૭ માર્ચના રોજ તેઓના નજીકના અવાવરૂ મકાનમાંથી તિવ્ર દુગ્ર્‍ાંધ મારતી હતી. જેથી આસપાસના લોકોએ અંદર તપાસ આરંભતા યુવક તથા યુવતીનો વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. જેથી તેઓએ લુણાવાડા પોલીસ મથકે જાણ કરી હતી. અવાવરૂ ઓરડીમાં ગળે ભેટેલા પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા તેઓના પરિવારજનો સહિ‌ત સગાવ્હાલા માથે આભ તૂટી પડયુ હતુ. બનાવના પગલે મોટી સંખ્યામાં લોકટોળા જામ્યા હતા. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતદેહોને પીએમ માટે ગોધરા સિવીલમાં ખસેડયા હતા.

પીએમ બાદ અન્ય હકીકત બહાર આવશે

આ અંગે લુણાવાડા પોલીસે જણાવ્યુ હતુ કે, બંનેના મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં મળી આવ્યા છે. તેઓની પીએમ બાદ અન્ય હકીકત બહાર આવશે. આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં તેઓએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યુ હોવાનું બહાર આવ્યુ છે.