• Gujarati News
  • Lot Of People Are In Interested To Listen Bhagvat Katha

કડાણામાં ચાલતી ભાગવત કથામાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડાણાના દિવડાકોલોનીમાં યોજાયેલી ભાગવત કથામાં દેવી ચિત્રલેખા દ્વારા વિવિધ સંવાદોનાં વર્ણનથી ભકતો રસ તરબોળ બન્યા છે. કર્તિન કરવાથી ઇશ્વર સુધી પહોંચી શકાય છે માટે કર્તિન એક ઇશ્વર પ્રાપ્તીનું સાધન છે સાધ્ય છે સાથે સાથે સનાતન ગૌસ્વામીની અદ્દભૂત ભિક્ષાનું રસપાન કરાવ્યુ હતુ. પૂજય વ્યાસજીએ પુરાણોની રચના પછી ભાગવતની રચના કરી તે બાબતે સમજાવ્યુ હતુ.

દિવડાકોલોનીમાં છેલ્લા બે દિવસથી દેવી ચિત્રલેખા દ્વારા આયોજીત ભાગવત કથાનું રસપાન કરવા કડાણા તાલુકાના ભકતો ઉમટી રહ્યા છે. સવારથી જ ઉપસ્થિત ભકતોને દેવી ચિત્રલેખાએ કથામાં જણાવ્યુ હતુ કે, પૂજય વ્યાસજી દ્વારા ૧૭ જેટલા પુરાણોની રચના કરાયા બાદ ૧૮માં પુરાણ લખવાનો વિચાર આવ્યો ત્યારે તેમણે અગાઉના ૧૭ પુરાણોનો નિચોડ કરીને અઠારમાં પુરાણની ભાગવત સ્વરુપે રચના કરી છે. તદ્દઉપરાંત ભારત દેશમાં ત્યાગીઓની પૂજા થાય છે તેમણે શુકદેવજીનો પાત્રને સમજાવી દ્રષ્ટાંત આપી સમજ આપી હતી. તદઉપરાંત રામ દ્વારા એક જ રાવણને માર્યો હતો. પરંતુ રામના નામે કરોડો રાવણનો સમાજમાં સંહાર થયેલો છે. મનુ મહારાજની કથા કુલ ૩૯ તત્વો દ્વારા સૃષ્ટિનું નિર્માણ થયુ તેનું અદભૂત વર્ણન કરી ભકતોને સમજ આપી હતી.

દરમિયાન છેલ્લા બે દિવસથી કડાણા તાલુકામા ભકિતનો માહોલ સર્જા‍તા ગ્રામ્ય વિસ્તારના તેમાય ખાસ કરીને આદિવાસી ભકતો ધાર્મિ‌ક સત્સંગનો લાભ લેવા જીપો તેમજ ટ્રેકટરો મારફતે સહપરિવાર સાથે પહોંચતી જોવા મળે છે.

ગીતાજીને દિલમાં રાખવાથી સોગંદ લેવાની જરુર ન પડે

આધુનિક ભારતમાં ભાગવત ગીતાનું સ્થાન માત્ર કોર્ટમાં સોગંદ લેવા માટે રખાયેલ છે પરંતુ તેનું સ્થાન દરેક વ્યકિતએ પોતાના દિલમાં રાખવાની જરુર છે જેથી કયારેય કોઇ વ્યકિતએ જીવન સમય દરમિયાન સોગંદ લેવાની જરુર નાં ઉભી થાય આવી અદભૂત સમજ આપી ભકતોનાં દિલ જીતી લીધા હતા.