પંચમહાલ-દાહોદ લોકસભાની બેઠક માટે આજે ચૂંટણી, પ્રજા પ્રશાસન સજ્જ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવારે ૭.૦૦થી સાંજે ૬.૦૦ સુધી મતદાન
દાહોદમાં ૧૪ લાખ મતદારો ૧૦ ઉમેદવારોનું ભાવી ભાખશે


દાહોદ જીલ્લાના ૧૪.૧૧લાખ જેટલા મતદારો આજે લોકસભામાં ઉભેલા કુલ ૧૦ઉમેદવારોનુ ભાવી ઇવીએમમાં સીલ કરશે. વહેલી સવારના સાત કલાકના સમયથી શરૂ થયેલુ મતદાન શાંતિ પુર્ણ થાય તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો સુચારૂ રીતે મતદાન લોકો કરી શકે તે માટે ગઇ કાલથી જ બુથ ઉપર અધિકારી કર્મચારીઓને રવાના કરી દેવામાં આવ્યા છે. લોકસભા વિસ્તારમાં કુલ ૧૬પ૦મતદાન મથકો ઉપર મતદાન યોજાશે. દાહોદ જીલ્લામાં તા.૩૦ના રોજ સવારના સાત કલાકથી જ લોકસભા ચુંટણીના મતદાનનો આરંભ થશે. જીલ્લાના ૧,૬પ૦મતદાન મથકો ઉપર સુચારૂ રૂપે શાંતિપુર્ણ મતદાન યોજાય તે માટે ચુંટણી વિભાગ ધ્વારા અધિકારી અને કર્મચારીઓની ટીમ રવાના કરવામાં આવી છે. સાથે ગઇ કાલ તા.૨૮થી પ્રચાર પડધમ શાંત થતા હવે ઉમેદવારો પણ ગામે ગામ ડોર ટુ ડોર પ્રચાર કરશે સાથે સામ દામ દંડ ભેદની નીતી અખત્યાર કરી વધુમાં વધુ મત મળે તેની ગોઠવણમાં લાગ્યા છે.
દાહોદ સંસદીય મત વિસ્તારના મતદારો
વિસ્તાર પુરુષ સ્ત્રી અન્ય કુલ
ફતેપુરા ૯૭૩૬૬ ૯પ૩પ૭ ૦૨ ૧૯૨૭૨પ
ઝાલોદ ૧૦પ૩૬૬ ૧૦૩૪૦૯ - ૨૦૮૭૭પ
લીમખેડા ૮૬૮૬૯ ૮૭૮૨૬ ૦૨ ૧૭૪૬૯૭
દાહોદ ૧૦૯૩૬૯ ૧૦૮૦૩પ - ૨૧૭૪૦૪
ગરબાડા ૧૦૭૯૯૨ ૧૦૯૭પ૮ - ૨૧૭૭પ૦
દે.બારિયા ૧૦પ૧૩૦ ૧૦૨૯૬૯ - ૨૦૮૦૯૯
સંતરામપુર ૯૯૭૧૦ ૯૨૦૬૧ - ૧૯૧૭૭૧
કુલ ૭૧૧૮૦૨ ૬૯૯૪૧પ ૦૪ ૧૪૧૧૨૨૧

આગળ વાંચો, પંચમહાલના ૧પ લાખ મતદારો ૧૨ ઉમેદવારોનું ભાવી સીલ કરશે