તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Intending To Marry Two Girls Be Kidnapped In Dahod District Latest News

દાહોદ જિ.માં લગ્નના ઇરાદે બે કિશોરીનું અપહરણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-લીમખેડા-ઝાલોદ તાલુકાના ગામમાં બનેલી ઘટના

દાહોદ:દાહોદ જિલ્લામાં લગ્નના ઇરાદે વધુ બે કિશોરીના અપહરણની ઘટનાઓ સામે આવી હતી. લીમખેડા અને ઝાલોદ તા.ના બે ગામોમાં અપહરણ કરાયેલી કિશોરીઓનો કોઇ પત્તો નહીં મળતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ગુના દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.લીમખેડા તાલુકાના હુમડપુર ગામના છત્રસિંગ ઉર્ફે ટીના ગુલાપભાઇ બારિયા એક ગામની કિશોરીને પત્ની બનાવવાના ઇરાદે પોતાની સાથે પિતા ગુલાપ બારિયા, પ્રભાત બારિયા અને અશોક બારિયાને લઇને 30 ડિસેમ્બરે એ ગામમાં ગયો હતો. ત્યાં સાંજના 7.30 વાગ્યાના અરસામાં તકનો લાભ લઇને તેણે 17 વર્ષિય કિશોરીનું અપહરણ કર્યું હતું.
આ ઘટનાની જાણ થતાં કિશોરીના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો નહીં મળતાં અંતે તેના પિતાએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તેવી જ રીતે ઝાલોદ તાલુકાના એક ગામના મેહુલ સુરેશ ડામોર પણ પોતાના મલવાસી મિત્ર અજય કલસિંગ ડામોરની મદદથી ગામમાં જ રહેતી એક 16 વર્ષિય કિશોરીનું 23 ઓક્ટોબરની સાંજના 6.30 વાગ્યાના અરસામાં લગ્નના ઇરાદે અપહરણ કરી ગયો હતો. કિશોરીની શોધખોળ બાદ પણ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. અંતે તેના ભાઇ દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથધરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.