• Gujarati News
  • Inflow Of Water In The Pond Water To Farms Latest News

દાહોદ: ફુટેલાવ તળાવમાં પાણીની આવક થતાં ખેતરોમાં પાણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીના સ્તર નીચા લાવવા ગેટના 4 આંટા ખોલી નખાયા
એક દિવસ થયો છતાં પાણીના સ્તર નીચા ઉતર્યા નથી
દાહોદ: દાહોદ નજીકના નાની અને મોટી ખરજ ગામ વચ્ચે આવેલા ફુટેલાવ તળાવમાં પાણીની ભારે આવક થતા કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાતા ખેડુતોમાં ચિંતા સાથે દોડધામ મચી છે. આ બાબતની વિભાગને જાણ થતા તળાવનો એક ગેટ ખોલી અને પાણીના સ્તર નીચા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દાહોદ નજીકના નાની અને મોટી ખરજ ગામ વચ્ચે આવેલા ફેટેલાવ તળાવ થકી નાની ખરજ મોટી ખરજ, પુંસરી અને દાહોદ કસ્બા વિસ્તારના ખેતરોમાં બે કેનાલ મારફત અંદાજે 100હેક્ટર વિસ્તારમાં સીંચાઇ માટે પાણી આપવામાં આવે છે.
તા.6ના રોજ ભારે વરસાદના પગલે અચાનક તળાવના ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા તળાવના કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાતા વિસ્તારના ખેડુતોમાં ચીંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ. આ બાબતે પાટાડુંગરી વિભાગને જાણ કરાતા વિભાગ ધ્વારા તાત્કાલિક અસરથી ગેટ ખોલીઅને પાણીના સ્તર નીચા લાવવાની તજવીજ હાથ ધરાઇ છે. જો કે ગઇ કાલને બુધવારના રોજ ગેટ ખોલ્યો હોવા છતા હજુ પાણીના સ્તર નીચા ન ઉતરતા ખેડુતોમાં ચીંતાનુ મોજુ છવાયુ છે.
ગેટ ખોલી પાણીના સ્તર નીચા લવાયા
ફુટેલાવ તળાવમાં ઉપરવાસમાં કોતરોમાંથી પાણીની વધુ આવક થતા તળાવ કેનાલના ગેટના ચાર આટા તાત્કાલિક અસરથી ખોલી અને પાણીના સ્તર નીચા લાવવામાં આવી રહ્યા છે. તળાવના પાણીનુ લેવલ નીચુ લાવી દેવામાં આવશે જેથી તકલીફ નહી પડે. બી કે ભાભોર, ના.કા. ઇ. પાટાડુંગરી વિભાગ