દાહોદમાં બેકરીની વિવિધ બનાવટની બોલબાલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દાહોદમાં બેકરીની વિવિધ બનાવટની બોલબાલા
- દિવાળીના તહેવાર માટે ઓર્ડરથી બિસ્કીટ સહિતની વસ્તુ બનાવડાવતી ગૃહિણીઓ
- તળેલા નાસ્તા અને મીઠાઇઓ વચ્ચે બિસ્કિટનું મહત્ત્વ
દાહોદ : દાહોદ શહેરમાં દિવાળીનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે ત્યારે આ દિવસોમાં શુભેચ્છા આપવા માટે ઘરે આવતાં મહેમાનોને પીરસવા માટે મીઠાઇ સહિતની વસ્તુઓ સાથે બેકરીની વિવિધ બનાવટની પણ બોલબાલા જોવા મળી રહી છે. શહેરમાં બેકરીનો વ્યવસાય કરતાં પોતાની દુકાન આગળ મીઠાઇ વાળાઓ જેમ કાઉન્ટર બનાવેલા જોવા મળી રહ્યું છે.
દિવાળીના તહેવાર વખતે ઘરમાં આવેલા મહેમાનની સરભરા કરવામાં તરેહ તરેહની વાનગીઓ પીરસવામાં આવે છે.

જેમાં તળેલા નાસ્તા અને મીઠાઇઓનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ કેટલાક મહેમાનોને ફરજીયાત પણે તળેલુ અને વધુ ખાંડ કે ગળપણ હોય તેવો નાસ્તો કરવાની તબીબી દ્રષ્ટીએ મનાઇ ફરમાવાયેલી હોય છે.એકથી એક ચઢીયાતા સ્વાદિષ્ટ નાસ્તાની અવનવી વેરાઇટીઓ નજર સામે ટ્રેમાં પરિસાયેલી પડી રહેલી હોવા છતાં તેને અડકી સુધ્ધા શકતા નથી. મહેમાનની આગતા – સ્વાગતા કરવામાં પોતાના તરફથી કોઇ કચાશ બાકી રહી ના જાય તે માટે બેકરીમાં બનતાં બિસ્કીટ સહિતની વસ્તુની બોલબાલા પણ જોવા મળી રહી છે.

કેટલીક ગૃહિણીઓ બેકરીમાં મળતી વસ્તુઓ તૈયાર ખરીદી લાવે છે જ્યારે કેટલીક ગૃહિણીઓ ઓછા ઘી – ખાંડ કે અ્ન્ય મસાલા સાથેના બિસ્કીટ બનાવવા માટે બેકરીમાં લોટ સહિતના સામાન આપીને ઓર્ડરથી બનાવે છે. દાહોદ શહેરમાં ગણતરીની બેકરી આવેલી છે ત્યારે મીઠાઇની દુકાન જેમ બેકરીની બનાવટની વસ્તુઓ મળતી હોય તે દુકાનોમાં પણ શણગારેલી જોવા મળી રહી છે.

આમ હવે તહેવારોમાં ઘરે બનાવાતી મોટાભાગની વસ્તુઓ બજારમાંથી ખરીદવાનું ચલણ જોવા મળે છે. આમ, જિલ્લામાં દિવાળીનો પ્રારંભ થતાં જ સૌ દરેક બાબતે સજ્જ થઇ ગયેલા જોવા મળે છે. લોકો વિવિધ ખરીદીમાં લાગી ગયા છે.