તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dahod's Youth Campaigned For Cleanliness Support In Wedding Latest News

દાહોદમાં યુવક 8 ફેરા ફરી સ્વચ્છતા અભિયાનને વેગ આપશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(દાહોદના યુવાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતાના અભિયાનને આગળ વધારવા પોતાના લગ્નની કંકોત્રીમાં સ્વચ્છતા સંદેશ છપાવ્યો હતો.)
-કંકોતરીમાં સ્વચ્છતાના પ્રણ લેવાનો સંદેશ છપાવ્યો : હાથમાં મુકવામાં આવેલી મહેંદીમાં પણ સ્વચ્છતા લક્ષી સંદેશ લખવામાં આવ્યો
-ગરબાના કાર્યક્રમમાં સ્વચ્છતાની શીખ આપી

દાહોદ:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનની દેશના યુવાવર્ગના માનસપટ ઉપર ખુબજ સકારાત્મક અસર જોવા મળી રહી છે. ત્યારે દાહોદ શહેરના એક યુવકે આ અભિયાનને વેગ આપવા માટે પોતાના લગ્નની કંકોત્રીમાં સ્વચ્છતાનો સંદેશ છપાવ્યો છે. એટલું જ નહીં પરંતુ તેણે હાથ લગાવેલી લગ્નની મહેંદીમાં સ્વછતાનો સંદેશ લખાવ્યો છે અને આથી આગળ વધીને આ યુવક સપ્તપદીના સાત ફેરાના સ્થાને આઠ ફેરા લેશે અને આ આઠમો ફેરો સ્વચ્છતા માટે હશે. યુવકનો આ સ્વચ્છતા સંદેશની આ ઢબ સમાજ સાથે શહેરમાં પણ ચર્ચાનો વિષય બની છે.
દાહોદ શહેરની મહાવીર શેરીના મૂળ વતની અને હાલ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહીને થ્રી સ્ટાર હોટેલમાં મેનેજર તરીકેની ફરજ બજાવતાં અંકિતભાઇ રાજેન્દ્રકુમાર શેઠના રવીવારે લગ્ન લેવાયા હતાં. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છતા સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે અંકિતભાઇએ પોતાની લગ્નની પત્રિકામાં સ્વછતાના પ્રણ લેવા માટેનો સંદેશ લખાવ્યો હતો. આથી આગળ અંકિતે હાથે લગાવેલી લગ્નની મહેંદીમાં પણ સ્વચ્છ ભારત લખાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ ભોજન સમારંભમાં પણ તેમણે ગંદકી ન થાય તે માટે વધુમાં વધુ ડસ્ટબીન મુકાવી લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી. શનિવારે થયેલા ગરબાના કાર્યક્રમમાં પણ તેમણે હાજર પરિવાર અને સમાજના લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી સાથે શહેરના જ તરૂણભાઇ ગાંધીએ સ્વચ્છતા ઉપર લખેલા ગરબા પર લોકોને ઝુમવ્યા હતાં. અંકિતભાઇની આ પહેલને શહેરની પ્રજાએ વખાણી હતી. આમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલી સ્વચ્છતા ઝુંબેશને વેગ આપવા માટે દાહોદના યુવકે અનુકરણીય ઉદાહરણ પુરુ પાડ્યું છે.
આગળ વાંચો 8મા ફેરામાં સ્વચ્છતા માટેનો પ્રણ લઇશું..